નિધિ દવે,વડોદરા: રાજ્યમાં ભારે વરસાદ(RAIN)ના કારણે અનેક જગ્યાએ પાણી(WATER) ભરાયાની સાથે સાથે રોડ( Road) રસ્તાઓ પર ખાડા ( PIT ) પડી ગયા છે જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરાના શહેરીજનો ભર વરસાદે પણ તરસ્યા રહેવા મજબૂર બન્યા છે.શહેરમાં આવેલ કમલાનગર વિસ્તારમાં આશાલતા પાર્ક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી ડહોળું પાણી આવે છે. જેના કારણે સોસાયટીના લોકો બહારથી પાણી મંગાવી પીવા મજૂબર બન્યા છે.
સોસાયટીમાં પાણીની પાઈપલાન માટે ખોદેલો ખાડો પૂર્યા વગરકારીગરો જતા રહેતા અંદર પડી જવાનો ભય સતાવી રહ્યો છે.સ્થાનિક
શહેરમાં આવેલ કમલાનગર વિસ્તારનીઆશાલતા પાર્ક સોસાયટીમાં રહેતા લોકો ગંદું પાણી પીવા મજબૂર બન્યા છે. સોસાયટીમાં રહેતા સ્થાનિકો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે. છતા કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરી સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી. સોસાયટીમાં અનેક જગ્યાએ કોર્પોરેશન દ્વારા ખોદકામ કરી ખાડા પાડી જેમ તેમ અધુરી કામગીરી કરીને છોડી મુકાતા સોસાયટીમાં ગંદકીના થર જામી ગયા છે.પાણીને લઈ રજૂઆત કરાતા પાણીની પાઈપલાઈનને લઈ ખોદકામ કરી પડતું મુકીને કારીગરો ચાલી ગયાના કારણે ત્યા રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.
પાણી ગંદું આવવાના કારણે લોકો બહારથી ખરીદીને પાણી પીવા મજબૂર
પાણી ગંદું આવવાના કારણે લોકો બહારથી ખરીદીને પાણી પીવા મજબૂર બન્યા છે.સોસાયટીમાં થયેલી ગંદકીના કારણે ત્યા રહેતા લોકો અનેક પ્રકારની બિમારીઓનો શિકાર પણ થયા છે.હાલ સોસાયટીમાં રહેતા લોકોના ઘરના સભ્યોની તબિયત ન સારી હોવાના કારણે હોસ્પિટલોના ચક્કર મારવા મજબૂર બન્યા છે. ઘર વપરાશ માટે સોસાયટીના રહીશો રોજે પૈસા ચૂકવી ટેન્કરો મંગાવી રહ્યા છે.
કોર્પોરેશનની બેદરકારીના કારણે સોસાયટીના રહીશો બિમારીના શિકાર બન્યા
શહેરની જો વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારો પણ કોર્પોરેશનની બેદરકારીના કારણે ગંદકી,રોડ રસ્તાના ધોવાણ,રોડ પર અનેક જગ્યાએ ભૂવા,પડવાને કારણે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.આ તમામ સમસ્યાઓનું નિરાકરણ ક્યારે આવશે ? ત્યારે અગાઉ પાલિકા દ્વારા કરેલા પ્રિ-મોનસુન કામગીરી પર પણ અનેક સવાલ શહેરીજનો ઉઠાવી રહ્યા છે.કે શું મે મહિનામાં કરવામાં આવેલી પ્રિ મોનસુન કામગીરી કરવામાં આવી હતી કે પછી માત્ર કાગળ પરજ કરી હતી.ત્યારે હવે શહેરીજનોની સમસ્યાનું નિવારણ આવશે કે પછી પાલિકાના કર્મચારીઓ નિંદ્રાધીન બની સુતા રહેશે તે તો સમય જ બતાવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Vadoadara News, Water Crisis