Home /News /madhya-gujarat /

Vadodara Weather: બર્ફીલા પવનના લીધે ઠંડીનું મોજું ફરી વળ્યું, શહેરીજનો ઠુંઠવાયા

Vadodara Weather: બર્ફીલા પવનના લીધે ઠંડીનું મોજું ફરી વળ્યું, શહેરીજનો ઠુંઠવાયા

આ વર્ષે શિયાળાની ઋતુમાં અનેક વાર વાતારણમાં પલટો જોવા મળ્યો 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) થવાના કારણે છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ (Cloudy Weather) વચ્ચે વિવિધ વિસ્તારોમાં વરસાદી અમીછાટાં પણ પડ્યા હતા.

    વડોદરા: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) થવાના કારણે છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ (Cloudy Weather) વચ્ચે વિવિધ વિસ્તારોમાં વરસાદી અમીછાટાં પણ પડ્યા હતા. જ્યારે બપોરના સમયે 17 કિ.મીની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. રવિવારના રોજ સવારથી જ પવનની ગતિથી (Wind Speed) શહેરીજનો ઠુઠવાયા હતા અને સવારથી જ ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળ્યા હતા. ગરમ વસ્ત્રો ખરીદવા બજારોમાં શહેરીજનોને ઉમટ્યા હતા.

    વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે આ વર્ષે શિયાળાની ઋતુમાં અનેક વાર વાતારણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના જાહેર કર્યા બાદ બપોરના સમયે 17 કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા સમગ્ર શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. સતત ત્રીજા દિવસે ધૂમ્મસસ સાથે વાદળછાયા વાતાવરણના કારણે વહેલી સવારે પ્રમાણ વધી જતા હાઈવે પર પણ અકસ્માતની ભીતી જોવા મળી હતી.

    આ પણ વાંચો: જામનગરઃ સાસુએ વરરાજાનું એવું 'નાક' દબાવ્યું કે જાન લીલાં તોરણે પાછી ગઇ !

    કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજૂ ફરી ઉઠ્યું હતું. ખેડૂતો દ્વારા તુવેર, ધઉં અને ચણાનો પાક વાવતા તેને નુકશાન થવાની ભિતી ખેડૂતોએ વ્યકત કરી હતી. ફરીથી બર્ફિલા પવન સાથે માવઠું વરસતા હાડ થીજવતી ઠંડી અનુભવવા મળી હતી. વારંવાર કમોસમી માવઠાંના કારણે બિમારીઓમાં પણ વધારો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચો: surat:લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં બે દિવસમાં હજારો લોકો ભેગા થયા, કોરોના નિયમના ધજાઘરા

    વડોદરા શહેરમાં આજરોજ સોમવારે લઘુતમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રીની સુધી નોંધાયું હતું. સવાર દરમિયાન પણ શહેરીજનો તાપણું કરતા નજરે પડ્યા હતા. આવતીકાલ મંગળવારના રોજ પણ ઠંડીનું તાપમાન યથાવત રહેશે. તદુપરાંત આવતીકાલે લઘુતમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડીગ્રી સુધી નોંધાવવાની સંભાવના રહેલી છે. ભેજનું પ્રમાણ 47 ટકા સુધી નોંધાશે. અને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર