Home /News /madhya-gujarat /

VADODARA: ખુલ્લા વરસાદી કાંસને લીધે શહેરમાં ડેન્ગ્યૂ મલેરિયાનો ઉપદ્વવ વધ્યો, તંત્ર ઘોર નિંદ્રામાં

VADODARA: ખુલ્લા વરસાદી કાંસને લીધે શહેરમાં ડેન્ગ્યૂ મલેરિયાનો ઉપદ્વવ વધ્યો, તંત્ર ઘોર નિંદ્રામાં

ડેન્ગ્યુ,

ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. 

ખુલ્લી વરસાદી કાંસને લીધે શહેરીજનો હેરાન- પરેશાન.ગંદકીનું સામ્રાજ્ય વધતાડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીનો ભોગ શહેરીજનો બની રહ્યા છે.સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ આવ્યું નથી.

    નિધિ દવે , વડોદરા: હાલ ચોમાસાની ઋતુમાં (Monsoon) ઠેર-ઠેર વરસાદ પડવાને કારણે પાણી( WATER)ભરાઈ જતા હોય છે તથા કાદવ કીચડ(mud slime) પણ થતું હોય છે. પરંતુ વરસાદ(RAIN) બંધ થઈ ગયા બાદ થોડાક જ સમયમાં બધું પાણી ઉતરી જતું હોય છે. પરંતુ શહેરના તંત્રની બેદરકારી( Negligence of the system)ને કારણે વરસાદી પાણી બે થી ત્રણ દિવસ સુધી ભરાઈ રહે છે. જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ( Mosquito infestation) વધી જાય છે અને બીમારીઓને આમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ (situation )નું નિર્માણ થાય છે.

    વરસાદી કાંસ ખુલ્લી હોવાના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન

    વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5ની, તો પાણીગેટ કોટયાર્ક નગર મહાદેવ નગર સહિત વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને વરસાદી કાંસ ખુલ્લી હોવાના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આજદિન સુધી અહીંયા રોડ બનાવવામાં આવ્યા નથી. પાણી પણ દૂષિત આવે છે. તથા વરસાદી કાસ ખુલ્લી હોવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે. જેને કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીનો ભોગ શહેરીજનો બની રહ્યા છે.

    વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પણ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી: સ્થાનિક

    શહેરીજનોના કહેવા મુજબ, પાલિકાના લોકો ફક્ત ઇલેક્શન સમયે જ આવતા હોય છે. વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પણ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તો બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સમસ્યાને આ વર્ષે બજેટમાં લેવામાં આવેલ છે. ખુલ્લી કાંસને બંધ કરી ડ્રેનેજ લાઈન કરવાની પ્રક્રિયા ટેન્ડરના હાથમાં છે. આ પ્રક્રિયા બાદ લોકોને સાડા તેર મીટરનો રોડ પણ મળશે તથા ટુક સમયમાં સુવિધામાં વધારો થશે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन