'ઘોર અંધારી રાતલડીમાં લપસ્યા બૈરાં ચાર' નવરાત્રીમાં વરસાદ પર લોકોની રમૂજ

News18 Gujarati
Updated: October 1, 2019, 10:30 AM IST
'ઘોર અંધારી રાતલડીમાં લપસ્યા બૈરાં ચાર' નવરાત્રીમાં વરસાદ પર લોકોની રમૂજ
પ્રતિકાત્મક તસવીર

યુનાઇટેડ વે ઓફ બરોડાનાં ચેરમેન હેમંત શાહે કહ્યું કે, વરસાદથી મેદાનમાં કિચડ હોવાથી ખેલૈયાઓની સેફટીને ધ્યાનમાં રાખી ગરબા બંધ રાખ્યા છે. આજે વાતાવરણ સારું રહેશે તો ગરબા ચાલુ રાખીશુ.

 • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : નવરાત્રીમાં આ વખતે મેઘરાજાએ એવો સપાટો બોલાવ્યો છે કે રાતે ખેલૈયાઓ નહીં વરસાદ જ દેખાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ધણી જ રમૂજ ફેલાઇ રહી છે. ખેલૈયાઓ ગરબે નથી ધૂમી શકતા પરંતુ અવનવા વિચારોથી રમૂજ ફેલાવી રહ્યાં છે. તો આપણે પણ જોઇએ આવા મેસેજ અને થોડી મઝા માણી લઇએ.

 • ઘોર અંધારી રે રાતલડીમાં લપસ્યા બૈરાં ચાર


 • આજે ઇંધણા ભીના હોવાથી વીણવા જવાનું કેન્સલ

 • કોઈ તપાસ કરો ટીંટોડીએ ઈંડા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તો નથી મુક્યા

 • કાદવ ખુંપવા ગઈ તી મારી સૈયર કાદવ ખુંપવા ગઈ તી સૈયર
 • આજના દિવસનાં કોઈપણ ગરબા ગ્રાઉન્ડના વીવીઆઈપી પાસ ઘરે આવીને લઇ જાવ

 • અંબેમાંની ઇચ્છા છે કે પેહલાની જેમ શેરી ગરબા થાય, ગરબાનો બિઝનેશ બંધ થાય

 • ભારે વરસાદના કારણે મેકઅપની નદીઓ વહી

 • ગારો ખુંદવા ગૈતી મોરી સૈયર, ગારો ખુંદવા ગૈતી ...

 • એકે લાલ દરવાજા ભૂવા પડીયા રે લોલ, એમા અમારા એકટીવા ફસાણા ના રે લોલ.

 • સોનલ ગરબો શીરે, કાદવ માં ચાલો ધીરે ધીરે

 • આ રગડો ગારો,મેલી દીયો ને સ્કુટર કાનજી!

 • નહી મેલુ રે,આ ગારા કાદવ માં પગ નહી મેલુ

 • તારા વિના છામ મ્હને એકલડુ લાગે ગારો ખુંદવાને વ્હેલો આવજે.


ત્યારે વરસાદી માહોલ વચ્ચે ગરબા આયોજકો ચિંતિત છે અને આજે પણ ગરબાનું આયોજન વરસાદ પર નિર્ભર રહેશે. યુનાઇટેડ વે ઓફ બરોડાનાં ચેરમેન હેમંત શાહે કહ્યું કે, વરસાદથી મેદાનમાં કિચડ હોવાથી ખેલૈયાઓની સેફટીને ધ્યાનમાં રાખી ગરબા બંધ રાખ્યા છે. આજે વાતાવરણ સારું રહેશે તો ગરબા ચાલુ રાખીશુ.

આ પણ વાંચો : સુરત : બોલીવુડ અને હીપહોપ પર કિશોરીઓએ સ્કેટીંગ ગરબા કર્યા

યુગ શક્તિ ગરબા મહોત્સવે આખું આયોજન પડતું મૂક્યું છે. ગરબા સંચાલક ડો. વિજય શાહે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, વરસાદ અને વરસાદની આગાહી જોતા અમે ગરબા આ વર્ષે બંધ રાખવાનો નિણર્ય કર્યો છે.

કારેલીબાગનાં અંબાલાલપાર્ક ગરબા મહોત્સવ, વીએનએફમાં વરદાયની ગરબા મહોત્સવનાં સંચાલકો મનીશ પગારે કહ્યું કે, વરસાદી વાતાવરણ પર ગરબાનું આગળનું આયોજન નિર્ભર છે. ત્યારે આજનાં ગરબા સાંજ સુધી કેવું વાતવરણ રહે છે તેના પર ગરબા પ્રેમીઓ અને ગરબા આયોજકોની મીટ બંધાઈ છે.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर