વડોદરામાં ડેન્ગ્યૂનો કહેર: એક સપ્તાહમાં પાંચ લોકોનો ભોગ લીધો

News18 Gujarati
Updated: November 19, 2019, 5:21 PM IST
વડોદરામાં ડેન્ગ્યૂનો કહેર: એક સપ્તાહમાં પાંચ લોકોનો ભોગ લીધો
ડેન્ગ્યૂ

એક સપ્તાહમાં પાંચ વ્યક્તિના ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યા છે. જેના કારણે શહેરીજનોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે.

  • Share this:
વડોદરા : શહેરમાં (Vadodara) ડેન્ગ્યુનો (Dengue) કહેર વધી રહ્યો છે. શહેરનાં કારેલીબાગ વિસ્તારમાં રહેતા 33 વર્ષનાં દીપેશ શાહનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એક સપ્તાહમાં પાંચ વ્યક્તિના ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યા છે. જેના કારણે શહેરીજનોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે.

તરસાલીમાં રહેતા 39 વર્ષનાં મહિલાનું ડેન્ગ્યૂનાં કારણે સોમવારે મોત નીપજ્યું છે. આ મહિલાને ડેન્ગ્યૂ થતા તેમના પ્લેટલેટ્સની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હતો. આ ઉપરાંત તરસાલી વિસ્તારમાં રહેતા 24 વર્ષનાં યુવાનનું પણ ડેન્ગ્યૂની સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે. તરસાલી વિસ્તારમાં 24 કલાકમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જેના કારણે લોકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.


આ પણ વાંચો : ગીરનો સિંહ છેક ચોટીલામાં દેખાયો? પાડીનું મારણ કર્યાનો દાવો, વીડિયો વાયરલ

જ્યારે 33 વર્ષનાં દીપેશ શાહ પરિવાર સાથે દિવાળીની મઝા માણવા આવ્યાં હતાં. તે સાઉદી અરેબીયા ખાતે એન્જિનીયર તરીકે કામ કરતા હતાં. દીપેશ પત્ની અને બાળકો સાથે આવ્યા હતાં. જેમનું મોત 16 નવેમ્બરનાં રોજ નીપજ્યું છે. જ્યારે રવિવારે 56 વર્ષનાં રમેશભાઇ સોલંકીનું મોત નીપજ્યું હતું. તેઓ રેલવેમાં કામ કરતા હતાં. તેમને તાવ આવ્યાં બાદ રિપોર્ટ કઢાવતા ડેન્ગ્યૂ હોવાની જાણ થઇ હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.
First published: November 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading