Home /News /madhya-gujarat /

VADODARA: દેવદૂત જેવી 108 એમ્બ્યુલન્સની જેટ સ્પીડ ખરાબ રસ્તાઓએ ઘટાડી દીધી!

VADODARA: દેવદૂત જેવી 108 એમ્બ્યુલન્સની જેટ સ્પીડ ખરાબ રસ્તાઓએ ઘટાડી દીધી!

108નો

108નો એપ્રિલ મહિનામાં રિસ્પોન્સ ટાઈમ 15 મિનિટ 54 સેકન્ડથી વધી 16:13 સેકન્ડ થયો

વડોદરામાં ખરાબ રસ્તાઓનાં કારણે ઇમરજન્સીનો રિસ્પોન્સ ટાઇમ વધી ગયો.રસ્તાઓ દર્દીઓ માટે ‘યમદૂત’ બને તો નવાઇ નહી.

    નિધિ દવે, વડોદરા: કોઇ વ્યક્તિને અકસ્માત( accident) થયો હોય કે મહિલાને તાત્કાલિક( immediately) પ્રસૂતિની પીડા( labor pains)ઉપડી હોય અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનાં હોય ત્યારે 108ની એમ્બ્યુલન્સ સેવા( Ambulance Service)દેવદૂત બનીને આવે છે અને લોકોના જીવ બચાવે છે. આ એમ્બ્યુલન્સ સેવાએ( Ambulance Service) હજ્જારો લોકોના જીવ બચાવ્યા છે. કારણ કે, ઝડપથી ઇમરજન્સી( emergency) સ્થળ પર પહોંચી દર્દીને ઝડપથી સારવાર મળે તે માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાનું જ તેનું ધ્યેય છે.

    સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીને કારણે રસ્તાઓની હાલત અંત્યત ખરાબ

    જો કે, કમનસીબી એવી છે કે, વડોદરામાં સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીને કારણે રસ્તાઓની હાલત અંત્યત ખરાબ બની ગઇ છે. આ ઉબડ ખાબડ રસ્તાઓને કારણે 108ની એમ્બ્યુલન્સને પહેલા કરતા હવે ઇમરન્સી કોલ આવ્યા પછી દર્દીને હોસ્પિટલ સુંધી પહોંચડતા વધૂ સમય જાય છે.હાલ ચોમાસાની ઋતુમાં (Monsoon season) વડોદરા શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, તો અમુક ઠેકાણે તો ભુવાઓ પણ પડયા છે. મોતના કુવા જેવા ખાડામાં દર્દીને દેવદૂત બની હોસ્પિટલે પહોંચડાતી આ સેવા પણ દર્દીઓને બચાવી નહી શકે એમ લાગી રહ્યું છે. કેમ કે, આ તૂટી ગયેલા રસ્તાઓને કારણે 108 એમ્બ્યુલન્સને પણ સમયસર પહોંચવું પડકારરૂપ બનતું હોય છે.

    ચોમાસાને કારણે ઇમરજન્સીના કેસોમાં વધારો

    હાલ ચોમાસાને કારણે વડોદરા શહેરમાં શરદી, ખાંસી, ઝાડા-ઉલટી, તાવ અને અકસ્માતના કેસોમાં ઘણો વધારો નોંધાયો છે. જેથી ચોમાસા દરમિયાન ઈમરજન્સીના કોલ પણ વધ્યા છે તેમ જાણવા મળ્યું છે. જી.વી.કે. ઇ.એમ.આર.આઈ. ના પ્રોગ્રામ મેનેજર નિલેશકુમાર ભરપોડાએ ન્યૂઝ18ને જણાવ્યું કે, વડોદરા શહેરમાં એપ્રિલ મહિનામાં કુલ 4,700 જેટલા કોલ આવ્યા હતા. ત્યારબાદ મે મહિનામાં 5200, જૂન મહિનામાં 5400 તથા જુલાઈ મહિનામાં આજદિન સુધી 5800 જેટલા કોલ અમને મળ્યાં છે. દર મહિને 300 થી 400 જેટલા કોલનો વધારો નોંધાઈ રહ્યો છે.વડોદરા શહેરમાં 108 ઈમરજન્સી સેવાએ ખૂબ જ ગંભીર હાલતના 5417 દર્દીઓ માટે જીવન રક્ષકનું (Lifesaver) કામ કરેલું છે અને 6631 જેટલા ડિલિવરીના કેસો 108 એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી છે.

    ખરાબ રસ્તાઓનાં કારણે રિસ્પોન્સ ટાઇમ વધ્યો: 108 પાયલટ

    મહત્વની વાત એ છે કે, 108 ઈમરજન્સી સેવાનો એપ્રિલ મહિનામાં 15 મિનિટ 54 સેકન્ડ જેટલો રિસ્પોન્સ ટાઈમ રહેતો હતો. જે વધીને જૂન મહિનામાં 16 મિનિટ અને 13 સેકન્ડ જેટલો નોંધાયો છે. વરસાદમાં શહેરના ધોવાયેલા રસ્તાઓ અને ખાડાઓને કારણે ઇમરજન્સી કોલનાં રિસ્પોન્સ ટાઇમમા અડધીથી એક મિનિટનો ફરક પડ્યો છે. આ એક મિનિટ દર્દીનું જીવન મરણ નક્કી કરે છે. કેટલાક કિસ્સાઓમાં એક મિનિટ મોડુ થાય તો, વ્યક્તિનો જીવ જઇ શકે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ambulance, Hospitals, Vadodara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन