Home /News /madhya-gujarat /

Vadodara: ચા પીવો અને કપ ખાઈ જાવ, પર્યાવરણ બચાવવાનો ગજબ નુશખો પર્યાવરણ બચાવવા માટે વડોદરાનાં ચાર મિત્રોનો અનોખો પ્રયોગ

Vadodara: ચા પીવો અને કપ ખાઈ જાવ, પર્યાવરણ બચાવવાનો ગજબ નુશખો પર્યાવરણ બચાવવા માટે વડોદરાનાં ચાર મિત્રોનો અનોખો પ્રયોગ

વડોદરાના

વડોદરાના નિઝામપુરામાં સવારે 6 થી રાત્રે 11 સુધી ચાલી રહી છે.

શહેરમાં ચાર યુવાઓની ટીમ દ્વારા પર્યાવરણ બચાવવા માટેની અનોખી પહેલને સંસ્કારી નગરીના નગરજનો અવકારી રહ્યા છે,ચાર યુવાઓ લવકુશ, વિકાસ, શંકર અને સૂરજે નિઝામપુરા વિસ્તારમાં ચાની કીટલી શરૂ કરી છે.જ્યા ચા ની સાથે કપ પણ ખઈ શકાય છે.

    Nidhi Dave, Vadodara: ચાનું નામ પડે એટલે ચા રસિકો ચા પીવા ઉતાવળ કરી ચા ની કિટલી પર પહોંચી જાય છે અને ચા ની ચૂસ્કી માર્યા બાદ પોતાના કામ પર લાગી જાય છે. વળી, ચા પીધા પછી ચાનો કપ કચરાપેટીમાં અથવા જાહેર રસ્તાઓ પર ફેંકી દે છે. આના કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. પણ જો તમને હવે એમ કહેવામાં આવે કે ચા પીને કપ ખાઇ જવાનો છે તો તમે શું કરશો ?
    હા, આ વાત સાચી છે. વડોદરામાં એક ચાની કિટલી પર આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

    ટી સ્ટોલ વડોદરાના નિઝામપુરામાં K.T.M શો રૂમ સામે આવેલો છે.

    આ ટી સ્ટોલ વડોદરાના નિઝામપુરામાં આવેલો છે. વડોદરા શહેરમાં રહેતા ચાર યુવાનો દ્વારા ચાનો સ્ટોલ ખોલવામાં આવ્યો છે. આ ટી સ્ટોલ વડોદરાના નિઝામપુરામાં K.T.M શો રૂમ સામે આવેલો છે. આ ટી સ્ટોલ એટલા માટે અનોખો છે કેમ કે અહીં મળી રહેલી ચા પીધા પછી ચા નો કપ ખાઈ શકાય છે. આ સ્ટોલ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતું પર્યાવરણ બચાવવાનો છે.
    પર્યાવરણ બચાવવા (Save Environment ) માટેની અનોખી પહેલને સંસ્કારી નગરીના ( Sanskari Nagari) નગરજનો પણ અવકારી રહ્યા છે.

    ચા પીધા પછી ચાનો કપ નાખવાનો નહી પણ ખાઈ જવાનો

    દેશમાં એક તરફ સિંગલ યુઝ (Single used plastic) પ્લાસ્ટિક બેન કરી પર્યાવરણ બચાવવાનો સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જે સંદર્ભમાં હાલમાં જ સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
    આ અભિયાનને પ્રોત્સાહન મળે અને તેઓ પણ આ અભિયાનના સહભાગી બને અને પર્યાવરણ બચાવે તે હેતુંથી ચાર મિત્રોએ શરૂ કરેલા સ્ટોલ પર ચા નો જે કપ છે તેને તેઓ વેસ્ટ ન કરવામાં આવે તેવા પ્રકારના કપ કસ્ટમરને આપે છે. જેમાં ગ્રાહકો ચા પીધા પછી તે કપને ખાઈ શકે છે."



    ગ્રાહકોને અપાતોઆ ખાસ પ્રકારનો કપ ઘઉંના લોટમાંથી બને છે.

    ગ્રાહકોને અપાતોઆ ખાસ પ્રકારનો કપ ઘઉંના લોટમાંથી બને છે. જેમાં બે પ્રાકની ફ્લેવરની હાલ ચા મળી રહી છે. જેમાં નાના કપનો ભાવ 6 રૂપિયા છે અને મોટા કપનો ભાવ 20 રૂપિયા છે. તાજેતરમાં વધતા જતા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલની પ્રોડક્ટ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આ અનોખા ચા ના કપમાં ચા પીરસવાથી પર્યાવરણ વેસ્ટ બનતો નથી, અને સિંગલ યુઝ પ્રોડક્ટનો વેસ્ટ પણ નથી થતો. લવકુશ સહિત 4 મિત્રો દ્વારા શરૂ કરાયલો ટી સ્ટોલ હાલ સવારે 6 થી લઈ રાત્રિના 11 વાગ્યા સુધી ચાલું રહે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Customers, TEA, Vadodara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन