Home /News /madhya-gujarat /Vadodara: ડો.પાર્થીવે શોખને ચેલેન્જ બનાવી સર્જી દીધો રેકોર્ડ; લંડનથી સ્કોટલેન્ડ સુધી કરી સાયકલિંગ

Vadodara: ડો.પાર્થીવે શોખને ચેલેન્જ બનાવી સર્જી દીધો રેકોર્ડ; લંડનથી સ્કોટલેન્ડ સુધી કરી સાયકલિંગ

ડો.

ડો. પાર્થિવ એ 127 કલાકમાં 1540 કિમી સાયકલ ચલાવી...

વડોદરાના 38 વર્ષીય ડો.પાર્થિવ પોતાના સ્વાસ્થ્ય માટે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કાર્યરત રહેવા માટે તેઓ સાયકલિંગ કરે છે. હવે આ સાયકલિંગને તેઓએ એક ચેલેન્જ સ્વરૂપે પણ અપનાવી છે. તેઓએ લંડનથી સ્કોટલેન્ડ 1540 કિ.મી.સાયકલિંગ કરી રેકોર્ડ સર્જ્યો છે

વધુ જુઓ ...

  Nidhi dave, Vadodara: કોઈપણ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં (Sports activities) ભાગ લેવા માટે એથ્લેટિક હોવું જરૂરી નથી. આ વસ્તુને વડોદરા શહેરના એકડોક્ટરે સાબિત કરી બતાવી છે.ડો.પાર્થિવ પટેલ,કે જેમનું મૂળ વ્યવસાય તો મેડિકલ છે પરંતુ પોતાના સ્વાસ્થ્ય માટે અને જીવનમાં એક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કાર્યરત રહેવા માટે તેઓ સાયકલિંગ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ડો. પાર્થિવ પોતાના સ્વાસ્થ્ય માટે જ સાયકલિંગ કરતા હતા.પરંતુ હવે આ સાયકલિંગને તેઓએ એક ચેલેન્જ સ્વરૂપે પણ અપનાવી છે.


  વડોદરાના 38 વર્ષીય ડો.પાર્થિવએ જણાવ્યું કે, તેઓ શહેરમાં "પેડલિંગ ફોર ફિટનેસ" ગ્રુપ સાથે સંકળાયેલા છે.અને છેલ્લા ત્રણ વર્ષમાં એમણે ઘણી સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે. જેમાં બી.આર.એમ ફોર્મેટ હોય છે એમાં 200 કિમી 300 કિમી 600 કિમી. માં ભાગ લેતા ગયા અને આ તમામ સ્પર્ધા પૂર્ણ કરી. ત્યારબાદ 1000 કિમી. ની બી.આર.એમ. કે જેમાં વડોદરાથી કચ્છ જઈને પરત ફરવાનું હતુ, જે આ વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ કર્યું હતું. એના પહેલા નવેમ્બરમાં 1200 કિમી. કે જેમાં રાજસ્થાનથી મધ્યપ્રદેશ ફરવાનું હતું, તો એ પૂર્ણ કર્યું હતું.


  આ પણ વાંચો : કિશન શાહે કલા દ્વારા પોતાની શિવ ભક્તિને રજૂ કરી; બોલ પેનથી પંચાક્ષર મંત્રને લખી બનાવી દીધી પેઈન્ટિંગ


  બ્રિટનમાં દર ચાર વર્ષે યોજાતી એલ.ઈ.એલ (લંડન-એડિનબર્ગ-લંડન) સાયકલ ચેલેન્જ દુનિયાની સૌથી કઠિન સાયકલ ઈવેન્ટસ પૈકીની એક ગણાય છે. જેમાં સાયકલ સવારે લંડનથી સ્કોટલેન્ડના એડિનબર્ગ શહેર સુધી જઈને ત્યાંથી લંડન પાછુ આવવાનુ હોય છે. આ બંને શહેરો વચ્ચેનુ અંતર 1540 કિમી છે. 128 કલાક અને 20 મિનિટમાં સાયકલિસ્ટે આટલુ અંતર કાપવાનુ હોય છે. 7 ઓગસ્ટ, 2022 એઈવેન્ટ યોજાઈ હતી અને તેમાં 1800 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઉતરેલા 55 ભારતીયોમાં વડોદરાના યુવાન પાર્થિવ પટેલનો પણ સમાવેશ થતો હતો.


  વડોદરાવાસીએ પહેલી વખત આ ઈવેન્ટમાં ભાગ લીધો છે અને તેને સફળતાપૂર્વક પૂરી પણ કરી છે. જેમાં મહત્વનીવાત એ છે કે, ડો. પાર્થિવ પટેલે 1,540 કિલોમીટરનુ અંતર 127 કલાક અને 19 મિનિટમાં કાપ્યુ હતુ.આ સ્પર્ધા વિશે ડો.પાર્થિવ પટેલે જણાવ્યું કે, આ ઈવેન્ટ આકરી એટલા માટે છે કે, 540 કિલોમીટર પૈકીનો મોટાભાગનો રસ્તો ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થાય છે. એક ઢાળવાળો રસ્તો ખતમ થાય કે તરત બીજુ ચઢાણ નજર સામે જ હોય છે. આ વખતે તો ગરમી પણ વધારે હોવાથી સ્પર્ધકો પર ડિહાઈડ્રેશનનુ જોખમ પણ વધી ગયુ હતુ. ગામડાઓમાંથી પસાર થતી વખતે લોકોના ઘરે ઉભા રહીને પાણીની બોટલ ભરવી પડતી હતી.


  આ પણ વાંચો : Rickshaw Driver ચલાવે છે 'ઇમરજન્સી ફ્રી સેવા', રાતના સમયે 500થી વધુ લોકોના જીવ બચાવ્યા


  ડો.પાર્થિવનુ કહેવુ છે કે, આવી ઈવેન્ટને સફળતાપૂર્વક પૂરી કરવા માટે ઈચ્છા શક્તિ બહુ મહત્વની હોય છે. આમ તો દર 80 થી 90 કિલોમીટરના અંતરે આયોજકોએ કંટ્રોલ પોઈન્ટ ઉભા કર્યા હતા. જેથી સાયકલિસ્ટ થોડો આરામ કરી શકે પણ હું રસ્તાની બાજુમાં સાયકલ ઉભી રાખીને વચ્ચે-વચ્ચે એલાર્મ મુકીને અડધો કલાક કે એક કલાકની ઉંઘ લેવાનુ પસંદ કરતો હતો. નિયત સમયના એક કલાક પહેલા હું ફિનિશ લાઈન ક્રોસ કરી શક્યો તેનો આનંદ વધારે છે.


  ડો. પાર્થિવ પટેલે આ ઈવેન્ટમાં ભાગ લેતા પહેલા મહિનાઓ સુધી વડોદરા નજીક પાવાગઢના રસ્તા પર પ્રેક્ટિસ કરી હતી. પાવાગઢથી માંચી સુધીનો રસ્તા પરનું ચઢાણ આકરુ છે. ડો. પાર્થિવ કહે છે કે, હું આખી રાત આ રસ્તા પર સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરતો હતો. તળેટીથી માંચી સુધી કલાકો સુધી સાયકલ પર જતો હતો. ઈવેન્ટમાં મને આ પ્રેક્ટિસ બહુ કામ લાગી હતી. હવે પછીનું મારુ ટાર્ગેટ ફ્રાન્સમાં આગામી વર્ષે 2023માં યોજાનારી પી.બી.પી. (પેરિસ-બ્રેસ્ટ-પેરિસ) ઈવેન્ટ છે. જેમાં 1200 કિલોમીટરનુ અંતર 90 કલાકમાં કાપવાનુ હોય છે. આ ઇવેન્ટ પણ દર ચાર વર્ષે એક વખત થતી હોય છે.


  વડોદરા શહેરમાં આગામી દિવસોમાં સાયકલિંગ સ્પર્ધા યોજાવવા જઈ રહી છે. જેમાં ડો. પાર્થિવ પટેલનું આગામી 4થી સપ્ટેમ્બરના રોજ \"પેડલ ટુ ધુવારણ\" દ્વારા સન્માન પણ કરવામાં આવશે. આ ઇવેન્ટ સાયકલિંગની છે, જેમાં ડો. પાર્થિવને ખાસ બેનજામી વર્લ્ડ સ્કૂલ, ગોત્રી ખાતે બોલાવવામાં આવ્યા છે.

  First published:

  Tags: Abroad, Cycling, Healthy, Record, Vadodara

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन