વડોદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો, વધુ એકનું શંકાસ્પદ મોત

News18 Gujarati
Updated: May 16, 2019, 11:27 AM IST
વડોદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો, વધુ એકનું શંકાસ્પદ મોત
32 વર્ષીય સતીષ સોલંકી નામનો યુવક ઝાડા-ઉલટીનો ભોગ બન્યો હતો

ઝાડા-ઉલટી બાદ બીમાર યુવકનું મોત થયાનો પરિવારનો આરોપ છે

  • Share this:
ફરીદ ખાન, વડોદરા: વડોદરામાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. પાણીજન્ય રોગના ભોગ નાગરિકો બની રહ્યાં છે. સલાટવાડામાં ઝાડા ઉલટીથી યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. ઝાડા-ઉલટી બાદ બીમાર યુવકનું મોત થયાનો પરિવારનો આરોપ છે. જ્યારે આ પહેલાં ફતેપુરામાં આધેડનું ઝાડા-ઉલટીથી મોત નિપજ્યું હતું.

વડોદરામાં દુષિત પાણીની સમસ્યા ગંભીર બનતી જાય છે. જેના કારણે પાણીજન્ય રોગ ગંભીર રીતે ફેલાઇ રહ્યાં છે. આ દરમિયાન વધુ એક યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. ઝાડા-ઉલટીને કારણે યુવકનું મોત થયા હોવાનું પરિવારનો આરોપ છે.

અચાનક જ રાત્રે 32 વર્ષીય સતીષ સોલંકી નામનો યુવક ઝાડા-ઉલટીનો ભોગ બન્યો હતો. તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

આ અંગે તેના પરિવારનું કહેવું છે કે, તેના પહેલા ઝાડા-ઉલટી થયા હતા. પછી તેને ઠંડી અને તાવ ચડ્યો હતો. આ વિસ્તારમાં ઘણા ઝાડા-ઉલટીના કેસ છે. ઘણા લોકો પેટના દુખાવાની ફરિયાદ કરે છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં દુષિત પાણીના વિતરણ બાદ પણ કોઇ વૈકલ્પિક હલ આવ્યો નથી. મેયરે નિર્ણય કર્યો છે કે, તબક્કાવાર દક્ષિણ અને પૂર્વની 10 ટાંકીઓની સફાઇ હાથ ધરવામાં આવી છે. બે દિવસ પહેલાં સયાજીપુરાની ટાંકીની સફાઇ હાથ ધરવામાં આવી હતી. આજે માંજલપુરમાં ટાંકી અને સંપની સફાઇ હાથ ધરવામાં આવશે, પરંતુ ટાંકીની સાફ સફાઇમાં ચાર દિવસનો સમય લાગશે તેવું કોર્પોરેશને જણાવ્યું છે.

આ પણ વાંચો: વડોદરા: લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદસાથે જ વડોદરામાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણીજન્ય રોગચાળાના કેસ નોંધાઇ રહ્યાં છે. વડોદરા કારેલીબાગ ખાતે આવેલી ચેપીરોગની હોસ્પિટલમાં પાણીજન્ય રોગચાળાના 500થી વધુ કેસ નોંધાયા છે. પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ પરિસ્થિતિ વકરી શકે તેમ છે.
First published: May 16, 2019, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading