Home /News /madhya-gujarat /Vadodara: આ શહેરનાં ભવ્ય વારસાને જાણવાનું ચૂકી ન જતા, નોંધી લો તારીખ

Vadodara: આ શહેરનાં ભવ્ય વારસાને જાણવાનું ચૂકી ન જતા, નોંધી લો તારીખ

પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ છે, શહેરીજનો આ ફેસ્ટિવલમાં નિઃશુલ્ક જોડાઈ શકે છે..

વડોદરા પીપલ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના વારસાને જાણવાની ઉત્તમ તક મળશે. તારીખ 18થી 24 નવેમ્બરનાં વિવિધ કાર્યક્રમ યોજાશે.

  Nidhi Dave, Vadodara: આ વર્ષે વડોદરા શહેરનો 511મો જન્મ દિવસ ઉજવવામાં આવશે અને દર વર્ષે 18 થી 24 નવેમ્બર દરમિયાન સમગ્ર ભારતમાં મનાવવામાં આવતા નેશનલ હેરિટેજ વીક દરમિયાન વારસાને બિરદાવવામાં આવશે.જેમાં શ્રેણીબદ્ધ રસપ્રદ પ્રવૃત્તિઓ, માહિતીપ્રદ પ્રદર્શનો, હેરિટેજ અને નેચર વોક, રિક્ષા પ્રવાસ, ઘર સંગ્રહાલયો, સચિત્ર વાર્તાલાપ, સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  આ હેરિટેજ વીક સંપૂર્ણપણે સ્વ-પ્રાયોજિત અને સ્વ-ફાઇનાન્સ્સ છે. આર્ટ કંઝર્વેટર અને વડોદરા પીપલ હેરીટેજ ફેસ્ટિવલના આયોજક ચંદ્રશેખર પાર્ટીને જણાવ્યું હતું કે,અમે વર્ષ 2015થી આ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છીએ.આ એક પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ છે, જેમાં લોકો નિઃશુલ્ક જોડાઈ શકે છે. જેમાં લોકો વડોદરાના વારસાને નિહાળી શકે છે અને ફેસ્ટિવલથી શહેરના આર્ટિસ્ટને પ્રોત્સાહન મળશે. વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ વિશે વધુમાં જાણકારી અહીં મેળવી શકો છો: 9824372414 - ચંદ્રશેખર પાટીલ

  વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

  1. માંડવી વોક - સવારે 8 કલાકે - 18 નવેમ્બર

  2. યવતેશ્વર મંદિર વોક - સવારે 8 કલાકે - 19 નવેમ્બર

  3. ક્રોક વોચ અને વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન - સવારે 8 કલાકે - 20 નવેમ્બર

  4. બરોડા મ્યુઝિયમ વોક - સવારે 10:30 કલાકે - 20 નવેમ્બર

  5. સુરસાગર હેરિટેજ ફૂડ વોક - સાંજે 6 કલાકે - 24 નવેમ્બર

  હોમ મ્યુઝિયમ:

  વોટર પોટ કલેક્શન અને \"સોલ્ટ\" ધ ફ્રીડમ માર્ચ - સમય 10 થી 7 - અતુલ શાહ, પેન પોઇન્ટ, કોઠી ચાર રસ્તા.

  રમકડાનું કલેક્શન અને વિડીયો ગેમ કલેક્શન - સમય 10 થી 5 - તુષાર રાણા, 7 હરિ ભક્તિ એસ્ટેટ, એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં, ડભોઇ રોડ.

  પક્ષીઓના ફોટોગ્રાફ્સનું કલેક્શન - સમય 10 થી 12 અને 4 થી 7 - સુજાતા તેલગાવકર, એ/8 આનંદવન સોસાયટી, કોર્પોરેશન ગાર્ડનની, નજીક તાંદલજા રોડ.

  દાંતનું સંગ્રહાલય - સમય 9 થી 11 અને 4 થી 6 - ડો. ચંદરાના - 22, હરિભક્તિ એક્સટેન્શન, ઓ.પી. રોડ, રેસ કોર્ષ.

  સંબર્ડસ ફોટોગ્રાફી કલેક્શન - સમય 4 થી 8 - શુભાંગીની મનોહર, ટાવર 7, 203 મોનાલીસા રેસીડેન્સી, માંજલપુર.

  બર્ડ્સ ઇન ડિફરન્ટ હેબિટેટ્સ - સમય 4 થી 7 - અસ્મિતા બાજી, 14/જે.એમ.કે એપાર્ટમેન્ટ, હાઈ ટેન્શન રોડ, મારુતિ ફર્નિચરની નજીક, સુભાનપુરા.

  બટરફ્લાય એક્ઝિબિશન - સમય 11 થી 5 - પરમેન્દ્ર ગજ્જર, 45 નિસર્ગ બંગલો, નવરચના સ્કૂલની નજીક, સમા.

  અહીં એક્ઝિબિશનનુ આયોજન કરવામાં આવ્યું

  પરિક્રમા - સમય - 10 થી 5 - ધર્મેશ રાજપુત, યવતેશ્વર ઘાટ, કાલાઘોડા.

  મૂડ ઓફ વડોદરા - સમય 11 થી 6

  રંગોલી એક્ઝિબિશન - સમય 10 થી 6

  સેમી પ્રીસીયસ સ્ટોન એક્ઝિબિશન -સમય 10 થી 6

  ઇનસેક્ટ્સ ઇન બેકયાર્ડસ - સમય 10 થી 6

  ચોકલેટ રેપર - સમય 10 થી 6

  નોંધ : નંબર 2 થી 6 સુધીના તમામ પ્રદર્શન આ સ્થળ પર યોજાયેલ છે - કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, આરતી સોસાયટી, આત્મજ્યોતિ આશ્રમ સુભાનપુરા.

  એશિયન સિક્કા, મેનુસ્ક્રિપ્ટ, ઓર્ગેનિક સીડ્સ અને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સના સિક્કા - સમય 10 થી 6 - રૂબરૂ ધ કલચર હબ, ટેન્ડર ફિટ એકેડમી, સંત કબીર સર્કલ, ખેતેશ્વર સ્વીટ્સ, વાસણા ભાયલી રોડ.

  સ્ટુડિયો વિઝીટ -સમય 5 થી 8 - ડી/2 પટેલ પાર્ક સોસાયટી નૂતન વિદ્યાલયની પાછળ, ન્યુ સમા રોડ.

  પેઇન્ટિંગ એક્ઝિબિશન - સમય 10:30 થી 5:30 - બરોડા મ્યુઝિયમ અને ટીચર ગેલેરી, સયાજી બાગ.

  કન્ટેમપરી આર્ટ - સમય 8 થી 7 - સેન્ટર ઓફ એક્સિલન્સ ઓડિટોરિયમ, બરોડા હાઇસ્કુલ, અલકાપુરી.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Heritage city, Local 18, Vadodara

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन