Home /News /madhya-gujarat /વડોદરામાં શ્વાનનો આતંક: શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ, ગંભીર રીતે ઘાયલ

વડોદરામાં શ્વાનનો આતંક: શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ, ગંભીર રીતે ઘાયલ

નિઝામપુરાના અમરપાર્કમાં શ્વાને વૃદ્ધા પર કર્યો હુમલો

Vadodara dog attack: વડોદરામાં રખડતા શ્વાનનો આતંક. નિઝામપુરાના અમરપાર્કમાં શ્વાને વૃદ્ધા પર કર્યો હુમલો. વૃદ્ધા લોહીલુહાણ, ગંભીર રીતે ઘાયલ

    વડોદરા: શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. નિઝામપુરાના અમરપાર્કમાં શ્વાને વૃદ્ધા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના પગલે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આવ્યા છે. રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવશે?

    શ્વાનના ત્રાસને કારણે બાળકો, વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી

    રખડતા શ્વાને વૃદ્ધા પર હુમલો કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટીમાં રખડતા શ્વાનના આતંકથી રહીશો ત્રસ્ત છે. રહીશોનું કહેવું છે કે, શ્વાનના ત્રાસને કારણે બાળકો, વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી. સાથે જ રખડતા શ્વાનની સમસ્યાના કાયમી ઉકેલની માગ પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, વારંવારની આવી ઘટનાઓ બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, રાજ્યમાં રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ ક્યારે? લોકો પર જીવલેણ હુમલો, તંત્રની કાર્યવાહી ક્યારે? સુરત બાદ હવે વડોદરામાં આતંક, તંત્ર શું કરે છે? ખસીકરણની વાતો છતાં ત્રાસ કેમ યથાવત? રખડતા ઢોર બાદ હવે શ્વાનનો કેમ વધ્યો આતંક? રખડતા શ્વાનના આતંક સામે ક્યારે લેવાશે પગલાં?


    આ પણ વાંચો: સુરત: પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો, 5માં માળેથી પટકાતા બાળકનું મોત

    સુરતમાં શ્વાને નાની બાળકીને બચકું ભર્યું હતું

    નોંધનીય છે કે, તાજેતરમાં જ સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારની છે. હંસ સોસાયટીમાં નાની બાળકીને ગાલ પર કૂતરાએ બચકું ભર્યું હતું. નાની બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કૂતરા દ્વારા નાની બાળકીને કારડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટનાને પગલે તાત્કાલિક કૂતરાને પકડવા અધિકારીને જાણ કરાઇ હતી. જે બાદ ટીમ દ્વારા કૂતરા પકડવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Dog attack, Gujarat News, Vadodara

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन