Home /News /madhya-gujarat /શ્વાન હોસ્ટેલ: શ્વાનને જમવાથી લઈને તાલીમ આપવા સુધીની મળશે સુવિધાઓ, તાલીમ સાથે એસીની પણ સુવિધા

શ્વાન હોસ્ટેલ: શ્વાનને જમવાથી લઈને તાલીમ આપવા સુધીની મળશે સુવિધાઓ, તાલીમ સાથે એસીની પણ સુવિધા

X
હોસ્ટેલમાં

હોસ્ટેલમાં 15 જેટલા શ્વાન રહી શકે તેની સુવિધા ઉપલબ્ધ છે

આજ સુધી માણસો માટેની હોસ્ટેલ હોય છે એવું સાંભળ્યું અને જાણવામાં આવ્યું હતું. પરંતુ હવે કૂતરાઓની પણ હોસ્ટેલ બનાવવામાં આવી છે. 

વડોદરા:  આજ સુધી માણસો માટેની હોસ્ટેલ હોય છે એવું સાંભળ્યું અને જાણવામાં આવ્યું હતું. પરંતુ હવે કૂતરાઓની પણ હોસ્ટેલ બનાવવામાં આવી છે. જેમાં કૂતરાઓને જમવાનું, નહવડાવાનું, બહાર ફરવા લઈ જવાનું, તેઓ આરામથી રહી શકે તેટલી પૂરતી જગ્યા આપવામાં આવે તથા જરૂર પડે તો ઉનાળામાં એસીની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

તદુપરાંત અહીંયા શ્વાનને તાલીમ પણ આપવામાં આવતી હોય છે. આ હોસ્ટેલમાં 15 જેટલા શ્વાન રહી શકે તેની સુવિધા ઉપલબ્ધ છે. તથા આ દરેક શ્વાનને રમાડતા પણ હોય છે. જેથી કરીને શ્વાનને તેમના માલિકની યાદ ના આવે. આ શ્વાન હોસ્ટેલ વડોદરાના આર.વી. દેસાઈ રોડ ખાતે ખંડેરાવ મંદિરની ગલીમાં આવેલ છે.

આ પણ વાંચો: Vadodara: 100 વર્ષ જૂના અને 2 ટન વજનના પથ્થરના ગોળામાં છે ‘અખંડ ભારતનો નકશો’

વડોદરા શહેરના યુવાન જીગ્નેશ બ્રહ્મક્ષત્રિય, જેઓ પશુપ્રેમી માણસ છે. જેઓને પશુ પ્રત્યેની એક અલગ જ લાગણી રહેલી છે. તેઓ ઘણી જગ્યાએ પશુઓને તાલીમ આપવા પણ જતા હોય છે. તથા રસ્તે રખડતા પશુઓની પણ સાર સંભાળ લેતા હોય છે. તેથી જીજ્ઞેશભાઈને આ પ્રકારની શ્વાન હોસ્ટેલ બનાવવાનો વિચાર આવ્યો. જેમાં શહેરના લોકો પોતાના પાલતુ પ્રાણીઓને અહીં મૂકી શકે છે. અહીં રહેલા તમામ પશુને ઘર જેવું જ વાતાવરણ અનુભવાતું હોય છે, તથા જ્યારે તેઓને તેમના માલિક પાછા લેવા આવે ત્યારે તેમને આ હોસ્ટેલના સાર સંભાળ રાખનારાઓ પ્રત્યે પણ લાગણી રહેલી હોય છે. અહીં મૂકી જનારા શ્વાનના માલિકો પણ ખૂબ ખુશ છે. તેમનામાં એક હાશકારો દેખાતો હોય છે. કારણ કે તેઓ શ્વાનને પોતાનું બાળક જ માનતા હોય છે.
First published:

Tags: Vadodara, વડોદરા શહેર

विज्ञापन