Home /News /madhya-gujarat /

વડોદરામાં રખડતા કૂતરાનો આતંક, ઘરમાં ઘૂસીને પાંચ મહિનાની બાળકીના માથે ભર્યા બચકાં, 15 ટાંકા આવ્યા

વડોદરામાં રખડતા કૂતરાનો આતંક, ઘરમાં ઘૂસીને પાંચ મહિનાની બાળકીના માથે ભર્યા બચકાં, 15 ટાંકા આવ્યા

બાળકી સારવાર લઇ રહી છે.

Vadodara news: માતા પાણી ભરીને પરત આવી ત્યારે આ કૂતરું ઘરમાં જ હતુ અને દીકરીનું લોહી ચાટી રહ્યું હતુ. મારી પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડાવોનો પ્રયત્ન કર્યો હતો. પરંતું કુતૂરું જઇ ન હતું રહ્યું.

    વડોદરા: શહેરમાં (Vadodara News) કૂતરું ઘરમાં ઘૂસીને પાંચ મહિનાની બાળકીના માથે બચકાં ભર્યા હતા. જેમા બાળકીને 15 ટાંકા આવ્યા છે. શહેરના સમતા વિસ્તારમાં ફરીથી શ્વાનનો આતંક સામે આવ્યો છે. વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં પાંચ મહિનાની બાળકી ઘરમાં સૂતી હતી. ત્યારે શ્વાને ઘરની અંદર આવીને કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો. જેના કારણે કૂતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું. કૂતરું બાળકીનું લોહી ચાટી રહ્યો હતો. આ દરમિયાન જ માતા ઘરમાં આવી ગઇ જેના કારણે બાળકીને બચાવી લેવામાં આવી હતી. હાલ બાળકીની સારવાર ગોત્રી હોસ્પિટલમાં ચાલી રહી છે.

    આ અંગે બાળકીના પિતા આશિષભાઇએ જણાવ્યુ કે, આ પહેલા ક્યારેય શ્વાન ઘરમાં આવ્યું નથી. મારી પત્ની બહાર પાણી ભરવા ગઇ હતી અને તે પાંચ મિનિટમાં પરત આવી ગઇ હતી. તે દરમિયાન એ દિવસે, દીકરી ઘરમાં જ ઘોડિયામાં સૂઇ રહી હતી. ત્યારે જ કૂતરાએ ઘોડિયામાં ઉંઘી રહેલી દીકરી પર હુમલો કર્યો હતો. જેમાં તેણે બાળકીનું માથું ફાડી નાખ્યું હતું. પાણી ભરીને પરત આવી ત્યારે આ કૂતરું ઘરમાં જ હતુ અને દીકરીનું લોહી ચાટી રહ્યું હતુ. મારી પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડાવોનો પ્રયત્ન કર્યો હતો. પરંતું કુતૂરું જઇ ન હતું રહ્યું. જેથી મારી પત્ની મારી દીકરીને લઇને ઘરમાંથી બહાર નિકળી ગઇ. છતાં પણ કૂતરું તો ઘરમાં જ હતું.

    વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, Digital india Week 2022 નો કરાવશે પ્રારંભ

    આ અંગે બાળકીના પિતા આશિષભાઇએ જણાવ્યુ કે, આ પહેલા ક્યારેય શ્વાન ઘરમાં આવ્યું નથી. મારી પત્ની બહાર પાણી ભરવા ગઇ હતી અને તે પાંચ મિનિટમાં પરત આવી ગઇ હતી. તે દરમિયાન એ દિવસે, દીકરી ઘરમાં જ ઘોડિયામાં સૂઇ રહી હતી. ત્યારે જ કૂતરાએ ઘોડિયામાં ઉંઘી રહેલી દીકરી પર હુમલો કર્યો હતો. જેમાં તેણે બાળકીનું માથું ફાડી નાખ્યું હતું. પાણી ભરીને પરત આવી ત્યારે આ કૂતરું ઘરમાં જ હતુ અને દીકરીનું લોહી ચાટી રહ્યું હતુ. મારી પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડાવોનો પ્રયત્ન કર્યો હતો. પરંતું કુતૂરું જઇ ન હતું રહ્યું. જેથી મારી પત્ની મારી દીકરીને લઇને ઘરમાંથી બહાર નિકળી ગઇ. છતાં પણ કૂતરું તો ઘરમાં જ હતું.

    અમદાવાદની આ યુનિવર્સિટીમાં શરૂ થશે MA ઇન હિન્દુ સ્ટડીઝ



    જે બાદ તેમણે રોષ જાહેર કરતા જણાવ્યું કે, બાળકીને પહેલા અમે અરૂણાચલ રાહુલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે બાળકીને જોયા વગર જ ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાનું જણાવ્યુ હતુ. જે બાદ અમે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. દીકરીના માથામાં 15 જેટલા ટાંકા આવ્યા છે. હાલ દીકરીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. અમારી એક જ અપીલ છે કે, રસ્તાં પર રખડતા ઢોર માટે તંત્ર કડકમાં કડક પલગાં ભરે. જેથી મારી દીકરી સાથે થયું છે એ બીજા કોઇ સાથે ન થાય.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन