Home /News /madhya-gujarat /Vadodara: તજજ્ઞોએ કહ્યું, પુરુષોએ તરબૂચ ન ખાવા જોઇએ, મહિલાઓએ આ તેલની વસ્તુઓ ખાવી, જાણો કેમ

Vadodara: તજજ્ઞોએ કહ્યું, પુરુષોએ તરબૂચ ન ખાવા જોઇએ, મહિલાઓએ આ તેલની વસ્તુઓ ખાવી, જાણો કેમ

X
મહિલાઓએ

મહિલાઓએ ખાવામાં અડદની દાળના વડાને તલના તેલમાં બનાવીને ખાવા જોઈએ

ગર્ભધાર માટે આહાર અને વિચારનું ઘણું મહત્વ છે. વંધ્યત્વ નિવારવા મહિલાઓએ અડદની દાળ અને તલનાં તેલની વાખગી ગ્રહણ કરવી જોઇએ. પુરુષે વ્યસનથી દૂર રહેવુ જોઇએ. તેમજ તરબૂચ ન ખાવા જોઇએ. માણખ ખાવું જોઇએ.

Nidhi Dave, Vadodara: અગાઉના એપિસોડમાં આપણે જાણ્યું કે, ઇન્ફર્ટિ લિટી એટલે કે વંધ્યત્વ વિશે. હવે આજે આપણે જાણીશું કે, ઇન્ફર્ટિલિટી સમયે પતિ -પત્નીએ કેવો ખોરાક લેવો જોઈએ? અને કેવી આદતોને દૂર કરવી જોઈએ?. જેની વિગતવાર માહિતી વડોદરા શહેરના નક્ષત્ર આર્યુવેદમના વૈદ્ય શેફાલી પંડ્યા એ આપી છે.

મહિલાઓને અડદ અને તલનાં તેલની વાનગી ખાવી જોઇએ

સૌપ્રથમ તો જો મહિલાઓના કારણે ઇન્ફર્ટિલિટીમાં મુશ્કેલી આવતી હોય તો મહિલાઓએ તીખી, તળેલી, ચટાકેદાર વસ્તુઓ, આથાવાળી વસ્તુઓ, અથાણાં, દહીં છાશ, આ બધી વસ્તુઓ ન ખાવી જોઈએ. નિયમિતપણે કસરત કરવી જોઈએ, વજન વધે નહીં તેનું ધ્યાન રાખવું,

નિયમિતપણે ચાલવું જોઈએ અને ખુશ રહેવું. ખાવામાં અડદની દાળના વડાને તલના તેલમાં બનાવીને ખાવા જોઈએ અથવા તો અડદની દાળ અને તલના તેલની કોઈપણ વાનગી ગ્રહણ કરી શકો છો. જેને અઠવાડિયામાં ચારથી પાંચ વખત ખાવું.

પુરુષોએ તરબૂચ ન ખાવુ, માખણ ખાવુ જોઇએ

આયુર્વેદ પ્રમાણે પુરુષોએ, જેટલો પણ ખોરાક મહિલાઓને બંધ કરાવ્યો છે એ પુરુષોએ પણ ન જ લેવો. આલ્કોહોલ, તમાકુ, સિગરેટની ટેવ છોડી દેવી. પુરુષોએ તરબૂચ ન ખાવું. વધારે માત્રામાં જો કંઈ ખાઈ શકાય તો એ છે માખણ. જે ઘરે શુદ્ધ દેશી માખણ બનાવવામાં આવે છે, એ પુરુષોએ ખાસ ગ્રહણ કરવું જોઈએ.

આ પણ વાંચો: વ્યંધત્વ માટે સ્ત્રીઓ જ જવાબદાર નથી, આ રહ્યા પુરુષ ઇન્ફર્ટિલિટીનાં કારણો

માખણ મિસરી કરીને ખાવાથી શુક્રાણુની ગુણવત્તા સારી કરવામાં મદદરૂપ નીવડે છે અને જેમ મહિલાઓને કહેવામાં આવ્યું એવી જ રીતે પુરુષોએ પણ નિયમિતપણે કસરત કરવી.



આયુર્વેદમાં ઘણા પંચકર્મ ઉપાયો છે

તમામ બાબતોનું પાલન કરવામાં આવે તો ઇન્ફર્ટિલિટીની સમસ્યાને ઘટાડી શકાય છે. તદુપરાંત પ્રેગનેન્ટ થવા માટે આયુર્વેદમાં ઘણા પંચકર્મ ઉપાયો છે જેમકે, એનિમા લઈ શકો, માનસિક રીતે પડી ભાંગ્યા હોય તો શીરોધારા અને અભયન જેવા રિલેક્સ એવી પંચકર્મ થેરાપી કરાવી શકો, તદુપરાંત ઘણા લોકો ગર્ભ સંસ્કારના ભાગરૂપે વિવેચન પંચકર્મ કે જેમાં પ્રેગ્નન્સી પહેલા પોતાનું શરીર શુદ્ધ કરાવતા હોય છે, જેમાં પિત્તની સમસ્યા પણ દૂર થતી હોય છે.
First published:

Tags: Child, Doctors, Heath Tips, Local 18, Pregnancy, Vadodara

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો