વડોદરા: જિલ્લામાં શિનોર તાલુકામાં કાર્યરત MVD-વાણીયાદ છણભોઈ ગામમાં એમ્બ્યુલન્સ પોતાની શિડ્યૂલ વિઝિટમાં હતા અને ત્યાં એક જર્સી ગાયનો માલિક આવીને ડો. હિમાનીને પોતાની જર્સી ગાય કે જેની કિંમત અંદાજે રૂ. 40 થી 50 હજારની હોય છે. જર્સી ગાયની બીમારી અંગે જણાવતા ર્ડો. હિમાની રાવિ અને પાયલોટ રાજેશભાઈ પગી બંને માલિકના ઘરે ગયા અને ત્યાં ઘોડી પર તેની ઓર ખસી ગઈ હતી. જેને રીટેનશન ઓફ પ્લેસન્ટા કહેવાય. ર્ડો. હિમાની અને પાયલોટ રાજેશભાઈ અને તેમની ટીમ ભેગા મળીને જર્સી ગાયની માટીને બરાબર બેસાડીને પ્રોપર સારવાર કરીને તેનો જીવ બચાવ્યો હતો.
આમ ફરતું પશુ દવાખાનું શિનોર સહિત વડોદરા જિલ્લાના પશુ પાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું. પશુપાલકે ફરતા પશુ દવાખાના ર્ડો. હિમાની રાવિ અને પાયલોટ રાજેશભાઈ પગી અને તેમની ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લામાં પશુઓની જીવાદોરી ફરતું પશુ દવાખાનું (MVD) દ્વારા અત્યાર સુધીમાં 62210 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં GVK EMRI અને ગુજરાત પશુ પાલન વિભાગના સહયોગથી 17 ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત છે. વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાનાના ડોક્ટરોએ 7026 અબોલ પશુઓને કટોકટીના સમયે સારવાર આપી.
અત્યાર સુધી ફરતા પશુ દવાખાના વેટનરી ર્ડાકટર દ્વારા 1,50,768 શિડ્યૂલ અને ઇમેરજેંસી દરમિયાન માલિકીના પશુઓનો જીવ બચાવ્યો છે. જેમાં 1,43,742 શિડ્યૂલ દરમિયાન (ફાળવેલ 10 ગામમાં) અને ઈમરજન્શીમાં 7026 પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કુલ મળીને 17 ફરતા પશુ દવાખાના છે.
જેમાં વડોદરા તાલુકમાં નંદેસરી, સિંધરોટ, રામનાથ, પાદરામાં મુવાલ, સરસ્વણી, કરજણમાં કણભા, કરમડી, શિનોરમાં આનંદી, વાણીયાદ, ડભોઇમાં કરનાળી, સીમલીયા, વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા, સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ, વરસડાનો સમાવેશ થાય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર