Home /News /madhya-gujarat /

જાણો વડોદરામાં સૌથી પહેલો પતંગોત્સવ ક્યારે યોજાયો હતો?, કપાયેલો પતંગ પકડવા પર મળતું હતું ઈનામ  

જાણો વડોદરામાં સૌથી પહેલો પતંગોત્સવ ક્યારે યોજાયો હતો?, કપાયેલો પતંગ પકડવા પર મળતું હતું ઈનામ  

વડોદરામાં વર્ષ 1973માં પતંગોત્સવની શરૂઆત થઇ હતી...

ગુજરાત રાજ્યમાં તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. મકરસંક્રાંતિ પણ ગુજરાતનું એક મુખ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવ

    નિધિ દવે, વડોદરા: ગુજરાત રાજ્યમાં તમામતહેવારોઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાંઆવતીહોય છે. મકરસંક્રાંતિ પણ ગુજરાતનું એક મુખ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવતું હોય છે.મકરસંક્રાંતિનીઉજવણીકરવાદેશ-વિદેશથી લોકોખાસ ગુજરાતઆવતાહોય છે. દેશભરમાં પ્રસિદ્ધમકરસંક્રાંતિનો તહેવારજે માંસુરતનો હાથલુધીદોરો, ખંભાતી પતંગ પ્રસિદ્ધ છે.

    મકરસંક્રાંતિના તહેવારને ઘરના તમામ સભ્યો સાથે મળીને ઉજવણી કરતા હોય છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ પણ યોજવામાંઆવતો હોય છે. સાથે જ પતંગની હરીફાઈ પણ યોજતી હોય છે. જેમાં પતંગપ્રેમીઓ ઘણા ઉત્સાહ સાથે ભાગ પણલેતાહોય છે. પરંતુ પતંગની પણ હરીફાઈ થવી જોઈએ,તેવોપ્રથમ વિચાર સલટવાડામાં રહેતા પતંગ પ્રેમી વસંતરાવ સુર્વેનેઆવી હતી. વસંત રાવ સુર્વેદ્વારા 1973માં પતંગ હરીફાઈની શરૂઆત કરવામાં આવી હતી, જે કલા ભાવન મેદાન પર યોજવા માં આવી હતી.

    જેને ઓલ વડોદરા વસંત પતંગ હરીફાઈના નામથી શરૂ કરવામાંઆવી હતી. તમામ પતંગ પ્રેમી ઘણા ઉત્સાહ સાથેઆ હરીફાઈમાં જોડાતા હતા. વસંત રાવ સુર્વેના પુત્ર નીતિન સુર્વે દ્વારા જાણાવામાં આવ્યું હતું  કે, મારા પિતા તેવો પતંગ પ્રેમી હતા અને વડોદરાના તમામ પતંગ પ્રેમી એક સાથે એક મંચ પર હરિફાઈ કરે તે હેતુથી તેમના દ્વારા પતંગ હરીફાઈની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરાના તમામ પતંગપ્રેમીઓ હરીફાઈમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા.



    આ પણ વાંચો: ઉત્તરાયણની છેલ્લી ઘડીની ખરીદી વચ્ચે Police Drive, કોરોનાની SOP ભંગ કરી તો થશે કાર્યવાહી

    પતંગ હરીફાઈમાં ત્યારના રાજકીય નેતા પણ ઉપસ્થિત રહેતા હતા. તે સમયની પતંગ હરીફાઈ ફક્ત ઢીલી છોડીને પેજ લેવાનું હતું. પતંગ હરીફાઈ જોવા માટે પણ લોકો ખાસ આવતાહતા. કપાઈ ગયેલી પતંગને જે કોઈ સારી હાલતમાં લાવેતો 51 રૂપિયાનું બક્ષિસ અને અતિથિ દ્વારા પતંગ પર સહી કરી આપવામાં આવતી હતી. આ હરીફાઈ કોઈ પણજાતની જાહેરાત વગર થતી હતી. લોકો 26 જાન્યુઆરીના દિવસે કલાભવનના હિંદ વીજય જીમખાના પાસે આવી જતા હતા. કારણ કે ,તેમને ખબર હોતી કે આ દિવસે વસંતરાવ દ્વારા હરીફાઈ યોજવામાં આવશે. રાજકીય નેતા તથા અતિથિ વિશેષમાં નાનાલાલ ચોકસી, જયંતીભાઈ રાવજીભાઈ પટેલ, ડો. જતીન મોદી, ઠાકોરભાઈ પટેલ (પ્રથમ મેયર), સદાનંદ દેસાઈ (ભાજપ મહામંત્રી), સત્યજીત ગાયકવાડ અને કિરણ મોરે ઉપસ્થિત રહેતા હતા.



    આ પણ વાંચો: માત્ર એક રૂપિયાની દૈનિક બચત સાથે બનાવી શકો છો 15 લાખનું ફંડ, જાણો શું છે સ્કીમ

    મનીષ રાણા એ જણાવ્યું કે, ઓલ વડોદરા વસંત પતંગ હરીફાઈમાં મારા પિતા ભાગ લેતા હતા. તે હરીફાઈમાં ઘણી ટ્રોફી પણ જીત્યા છે. ઓલ વડોદરા વસંત પતંગ હરીફાઈમાં 1985માં મારા પિતા સુરેશભાઈ રાણા સંપૂર્ણ વડોદરામાં પહેલા નંબરે આવ્યા હતા. તે તમામ ટ્રોફીયો આજે પણ અમારા પાસે છે. અમે પિતા વખતે  હરીફાઈ જોવા જતા હતા અને તેના બાદ અમે પણ સ્પર્ધામાં ભાગ લેવા લાગ્યા અને હજુ પણ લઈએ છે. પરંતુ પહેલા જેવી મજા નથી રહી. પહેલા ઘણા લોકો હરીફાઈમાં ભાગ લેતા હતા. પણ હવે ગણીને લોકો ભાગ લે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Uttarayan 2022, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन