Home /News /madhya-gujarat /વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ

વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ

કોઈ

કોઈ પણ બનાવ બને તેવામાં તાત્કાલિક બચાવ રાહતના પગલાં લેવાની પણ સુચનાઓ આપવામાં આવી

હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સતર્ક કરવામાં આવ્યું છે.

    1. વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ

    હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે.

    જિલ્લા કલેકટર  આર.બી. બારડની સૂચનાથી નિવાસી અધિક કલેકટર એ જિલ્લામાં વરસાદની શકયતાઓને ધ્યાને લઈ તમામ અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી, જિલ્લા અને તાલુકા કન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે. કોઈ પણ બનાવ બને તેવા સંજોગોમાં તાત્કાલિક બચાવ રાહતના પગલાં લેવાની પણ સુચનાઓ આપવામાં આવી છે.

    2. જો દૂધના ભાવફેરનું નિરાકરણ નહીં, તો ગુરુવારે હલ્લાબોલ નિશ્ચિત

    ગઈકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર એ  બરોડા ડેરી એ દુધના ભાવ ફેરની માંગ મુદ્દે સમાધાન મીટીંગ યોજાઇ હતી.

    મીટીંગમાં કોઈ પણ માંગની સંમતિ ન સંધાતા, આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નાના ભાઈ સંદિપ ઈનામદારની આગેવાનીમાં પશુપાલકો, ડેરી સભાસદો, દૂધ મંડળીના પ્રમુખ મંત્રી, શુભેચ્છકો સાથે સર્કિટ હાઉસ પહોંચ્યા. કેતન ઈનામદારે સ્પષ્ટ પણે કહ્યું છે કે, જો આ બાબતનું નિરાકરણ નહીં આવ્યું તો ગુરુવારે ચોક્ક્સપણે હલ્લો કરવામાં આવશે અને કોઈ રોકી પણ નહીં શકે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Heavy rains, High alert, વડોદરા સમાચાર

    विज्ञापन
    विज्ञापन