વડોદરા: આજે ઇદ-એ મિલાદુન્નબી નિમિત્તે શહેરના સામાજિક કાર્યકર ફારુકભાઇ સોની દ્વારા જમનાબાઇ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ્સ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું...
આજે મુસ્લિમ ધર્મના પર્વ ઇદ-એ-મિલાદુન્નબીની શહેરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરવર્ષની જેમ આજે શહેરના સામાજિક કાર્યકર તથા સોની વેપારીઓના પ્રમુખ ફારુકભાઇ સોની દ્વારા માંડવી રોડ સ્થિત જમનાબાઇ જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને બિસ્કિટ્સ તથા ફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગાયનેક વિભાગમાં પ્રસૃતા મહિલાઓને ફૂ્ટ્સ, બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર ફારુકભાઇ સોનીએ સૌ મુસ્લિમ બિરાદરોને તથા સૌને ઇદના પર્વે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેઓની સાથે જમનાબાઇ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ કે. મિશ્રા તથા અન્ય સામાજિક અગ્રણીઓ પરેશભાઇ,સુલેમાનભાઇ પરીખ સહ હાજર રહ્યા હતા.
આજ રોજ એસ.ટી.ડેપો ખાતે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
આજ રોજ વડોદરા શહેરના એસ.ટી. ડેપો ખાતે એસ.ટી.ના કર્મચારીઓનો દેખાવો જોવા મળ્યો. 20 જેટલા મુદ્દાઓનો ઉકેલ નહીં આવતા આંદોલનના માર્ગે એસ.ટી.ના કર્મચારીઓ. આવતીકાલે રાત્રે 12 વાગ્યાથી એસટી બસ થંભાવી દેવાની ચીમકી આપવામાં આવી. જો સરકાર દ્વારા નિર્ણય લેવામાં નહીં આવે તો એસટી કર્મચારીઓની હડતાળને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. એસ.ટી. ડેપો ખાતે કર્મચારીઓના ઉગ્ર સૂત્રોચ્ચાર સાંભળવા મળ્યા.