Home /News /madhya-gujarat /

Vadodara: ધોરણ 10-12ના વિધાર્થીઓનો ઉત્સાહ વઘારવા માટે શૈક્ષણિક કીટનું વિતરણ

Vadodara: ધોરણ 10-12ના વિધાર્થીઓનો ઉત્સાહ વઘારવા માટે શૈક્ષણિક કીટનું વિતરણ

37 વિદ્યાર્થીઓને મળ્યું શૈક્ષણિક પ્રોત્સાહન.....

બોર્ડની પરીક્ષા (Bord Exams) શરૂ થવાની છે. કોરોનાકાળ બાદ આ વર્ષે વિદ્યાર્થીઓ શાળાએ જઈ ઓફલાઈન પરીક્ષા (ofline Exams) આપવાના છે. તો આ સંદર્ભે બાળકોને સારા આશીર્વાદ મળે તથા વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી શૈક્ષણિક કિટના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
    વડોદરા: આગામી બે દિવસમાં હવે બોર્ડની પરીક્ષા (Bord Exams) શરૂ થવાની છે. કોરોનાકાળ બાદ આ વર્ષે વિદ્યાર્થીઓ શાળાએ જઈ ઓફલાઈન પરીક્ષા (ofline Exams) આપવાના છે. તો આ સંદર્ભે બાળકોને સારા આશીર્વાદ મળે તથા વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી શૈક્ષણિક કિટના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સુરક્ષા સંકુલ દિપક ફાઉન્ડેશન (Deepak Foundation), પેન્શપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના (Vadodara District) તમામ સરકારી બાળ સંભાળ ગૃહોના અંતેવાસી અને ચાલુ વર્ષે ધોરણ- 10 અને ધોરણ- 12 ની પરીક્ષા આપવાના છે તેવા 37 વિદ્યાર્થીઓને (Students) પરીક્ષા સારી રીતે આપી શકે તે માટે શૈક્ષણિક કીટનું (Educational Kit) વિતરણ કરીને તેમને પરીક્ષા માટે સુસજ્જ અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં ચાઇલ્ડ વેલફેર કમિટીના (Child Welfare Committee) ચેરપર્સન શંકરલાલ ત્રિવેદી તથા પરમ પુજ્ય 108 પંકજકુમાર મહોદય અને કમિટીના સભ્યોએ બાળકોને કીટ પ્રદાન કરી હતી. પંકજકુમાર મહોદયે તમામ પરીક્ષાર્થીઓને સફળતાના આશીર્વચન આપ્યા હતા અને જણાવ્યું હતું કે પરિશ્રમ કરનારને ઈશ્વર તેનું સારું ફળ આપે છે. આનાથી બાળકોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો. તથા વિદ્યાર્થીઓને ખૂબ સારું આસવાશન પણ મળ્યું.

    આ પણ વાંચો: જામનગર: રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ એનાયત કરાયો

    ચાઇલ્ડ વેલફેર કમિટીના અન્ય સભ્યો ભારતીબેન રોહીતભાઇ બારોટ, ઘનશ્યામભાઇ ટી. સોલંકી, મણીલાલ કે વાછાણી અને શૈલેષસિંહ પરમાર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મંયકભાઇ ત્રિવેદી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત એન. વસાવા તથા તમામ બાળ સંભાળ ગૃહનાં બાળકો તથા અધિક્ષકઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સાથીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. દિપક ફાઉન્ડેશન સંસ્થાના મેનેજર મુકેશભાઇ મોદી તરફથી બાળકોને શૈક્ષણિક કીટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રકારે સમાજ માટે તેઓ ઘણા કર્યો કરતા રહે છે, જેનાથી સમાજમાં લોકોની જરૂરિયાત સંતોષાતી રહી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Board exam, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन