Home /News /madhya-gujarat /Vadodara: IOCLના વ્હાઈટ ઓઇલ ટર્મિનલ ખાતે યોજાય હોનારત પ્રબંધન કવાયત
Vadodara: IOCLના વ્હાઈટ ઓઇલ ટર્મિનલ ખાતે યોજાય હોનારત પ્રબંધન કવાયત
આ પ્રકારની કવાયતથી વિવિધ એજન્સીઓ સાથેનું સંકલન બહેતર બને છે....
જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર શાખા અને ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ (The Department of Industrial Safety and Health) દ્વારા લોકલ ક્રાઇસિસ ગ્રુપના સહયોગથી વડોદરા જિલ્લાના વિવિધ રસાયણ ઉદ્યોગ ક્ષેત્રોમાં નિદર્શન રૂપે વિવિધ પ્રકારની સંભવિત આફતની પરિસ્થિતિ સર્જીને રસાયણ હોનારત પ્રબંધન ક
વડોદરા: જિલ્લા વહીવટી તંત્રની (District Administration) ડિઝાસ્ટર શાખા (Disaster Branch) અને ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ (The Department of Industrial Safety and Health) દ્વારા લોકલ ક્રાઇસિસ ગ્રુપના (Local Crisis Group) સહયોગથી વડોદરા જિલ્લાના (Vadodara District) વિવિધ રસાયણ ઉદ્યોગ ક્ષેત્રોમાં (Chemical Industry Sectors) નિદર્શન રૂપે વિવિધ પ્રકારની સંભવિત આફતની પરિસ્થિતિ સર્જીને રસાયણ હોનારત પ્રબંધન કવાયત યોજવામાં આવી રહી છે.
તેની ચોથી કડીનું સાવલીના પ્રાંત અધિકારીના માર્ગદર્શન અને લોકલ ક્રાઈસિસ ગ્રુપના નેજા હેઠળ સાવલી તાલુકાના દુમાડ ખાતે આવેલા અને વિકાસ માટે ચાવીરૂપ અગત્યતા ધરાવતા આઇ. ઓ. સી. એલ. (IOCL) ના વ્હાઈટ ઓઇલ ટર્મિનલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાસ્તવિક હોનારત સમયે આ કામગીરી સાથે સંકળાયેલી વિવિધ સરકારી એજન્સીઓ અને ઉદ્યોગોની પોતીકી હોનારત પ્રબંધન વ્યવસ્થાઓ વચ્ચે સંકલનની ચકાસણી કરીને, તેને વધુ બહેતર બનાવવા માટેના સુચનો મેળવવામાં આવ્યા હતા. આના કારણે આવનારા સમયમાં ઉદ્યોગો તથા સંસ્થાઓ વચ્ચે સારા સંબંધો પ્રસ્થાપિત થતા હોય છે. જ્યારે કંપનીમાં હોનાર આવતી હોય છે ત્યારે જ હોનારત પ્રબંધન વ્યવસ્થાની ચોક્કસ પણે ચકાસણી થતી હોય છે. તથા વધુ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ નક્કી કરાતું હોય છે.
આ કવાયતમાં ઉપરોક્ત સંસ્થાઓ તથા તાલુકા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, અગ્નિ શામક એકમો જોડાયાં હતાં. આવી કવાયતોથી હોનારત પ્રબંધનની વર્તમાન વ્યવસ્થાઓમાં ખૂટતી કડીઓ ઉજાગર થાય છે અને ખરેખરી કટોકટી ને પહોંચી વળવાનો આત્મ વિશ્વાસ વધે છે તેવી લાગણી વ્યક્ત કરતા ડીશ ના મદદનીશ નિયામક આર. આર. જોશી અને આઈ. ઓ. સી. એલ. (IOCL) ના પ્રવક્તા પ્રણવ પટેલએ જણાવ્યું કે, આ કવાયત તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવાની સુસજ્જતા વધારવાની સાથે એજન્સીઓ વચ્ચેના સંકલનને બહેતર બનાવે છે.