Home /News /madhya-gujarat /હવે સામાન્ય એમ્પાયરની જેમ પ્રથમવાર દિવ્યાંગ મહિલા બનશે ક્રિકેટના એમ્પાયર

હવે સામાન્ય એમ્પાયરની જેમ પ્રથમવાર દિવ્યાંગ મહિલા બનશે ક્રિકેટના એમ્પાયર

X
26

26 વર્ષીય મહિલા 3 ફૂટ 2 ઇંચની, દુનિયાની પ્રથમ વિકલાંગ એમ્પાયર બનશે

વડોદરા શહેરમાં ગયા અઠવાડિયે જ દિવ્યાંગ ક્રિકેટરોની પરીક્ષા લેવામાં આવેલ હતી જેમાં તમામ દિવ્યાંગ ક્રિકેટરો સારા માર્કે ઉત્તીર્ણ 

વડોદરા:  શહેરમાં ગયા અઠવાડિયે જ દિવ્યાંગ ક્રિકેટરોની પરીક્ષા લેવામાં આવેલ હતી જેમાં તમામ દિવ્યાંગ ક્રિકેટરો સારા માર્કે ઉત્તીર્ણ થયા હતા. આ પ્રકારનું આયોજન દુનિયામાં પહેલી વખત કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 42 છોકરા-છોકરીઓ ઊર્મિ સ્કૂલ ખાતે હાજર રહ્યા હતા. જેમાં 22 દિવ્યાંગ છોકરીઓ તથા 20 દિવ્યાંગ છોકરાઓ હતા. જેમાં ચાર કલાકનો ક્લાસ રાખીને શીખવાડવામાં આવેલ. ત્યારબાદ પ્રેક્ટીકલ પરીક્ષા પણ રાખવામાં આવી હતી. જેમાં બરોડા ક્રિકેટ એસોસિએશન એ ઘણી મદદ કરી હતી.

પરીક્ષામાં લેવલ 1 એમ્પાયરનું સર્ટિફિકેટ મળ્યું

નિતેન્દ્ર સિંહ જેઓ દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટ ઓફિસર અને ચીફ કોચ છે. જેઓ ભારતના પ્રખ્યાત યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પણ કોચ રહી ચૂક્યા છે. ચીફ કોચ દ્વારા આ તમામ દિવ્યાંગ ક્રિકેટરોને શિક્ષણ આપવામાં આવ્યું. તમામ દિવ્યાંગોને પરીક્ષામાં પાસ થયા બાદ તેમને લેવલ 1 એમ્પાયરનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું. 100 માર્કની પરીક્ષા હતી, જેમાં 80 માર્ક એ પાસ થવાય. જેમાં બધા છોકરા છોકરીઓ 90 ઉપર માર્ક લઇને પાસ થયા.

2019માં પ્રથમ અપંગ મહિલા ટીમ બનાવી હતી. 

નિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું કે, ગુજરાત રિફાઈનરી સ્ટેડિયમ ગ્રાઉન્ડ ઉપર તેમણે 2010માં વિશ્વની પહેલી મૂંગી-બેરી છોકરીઓની ટીમ બનાવી હતી. અમે મહિલા અને દિવ્યાંગનું સશક્તિકરણ હાથમાં ધરેલ છે. જેમાં 2019માં પ્રથમ અપંગ મહિલાઓની ટીમ બનાવી. આ તમામ મહિલાઓ ઓરિસ્સા, મહારાષ્ટ્ર, રાજસ્થાન પંજાબ, જમ્મુ, ગુજરાત અને હરિયાણાની છે.

આ પણ વાંચો: અંબાજી નજીક હડાદ પોલીસ સ્ટેશનમાં આરોપીએ કરી આત્મહત્યા, ટોળાં એકઠા થતાં મામલો ગરમાયો

તદુપરાંત અમે 2005માં મૂંગા બહેરાની મેચના ચેમ્પિયન તથા 4 વખત અમે એશિયા કપ પણ જીત્યા છે અને ગુજરાત રીફાઇનરી કંપની છેલ્લા 35 વર્ષથી ખુબ જ મદદ કરી તમામ કેમ્પમાં સહકાર આપ્યો છે. સાથે સાથે દિપક ફાઉન્ડેશન, બરોડા એસોસિએશનના બે એમ્પાયર શકીલ ગોરી અને આસિવ વોહરા જેમની મહેનતના લીધે જ આટલું શક્ય બનેલ છે, નિતેન્દ્ર સિંહે જણાવ્યું.

દિલ્હીમાં કરશે એમ્પાયરિંગ

બે દિવસ બાદ દિલ્હી ખાતે મીટીંગ રાખવામાં આવેલ છે. આવનારી મેચમાં પસંદગી પામેલ દિવ્યાંગ મહિલાઓ સ્કોરિંગ ની સાથે સાથે એમ્પાયરિંગ પણ કરશે. અહીં મુખ્ય વાત એ છે કે, પ્રાજકતા નામની એક 26 વર્ષીય છોકરી તેની 3 ફૂટ 2 ઇંચ ઉંચાઈ છે, જે દુનિયાની પ્રથમ વિકલાંગ એમ્પાયર બનશે. જે મહારાષ્ટ્રની રહેવાસી છે. પ્રાજકતા, જેઓ એક વિકલાંગ ક્રિકેટર છે. તેમની શારીરિક નબળાઈના કારણે તેમને કોઈ મોકો આપતું ન હતું. જેથી એમની ક્રિકેટ રમવાની ઈચ્છા પૂર્ણ થઇ શકી ન હતી. પરંતુ 2019 માં જ્યારે મોટા ફોફળીયા ખાતે વિકલાંગ ક્રિકેટનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, ત્યારથી તેઓએ ક્રિકેટની દુનિયામાં પગલું ભર્યું અને નિતેન્દ્ર સિંહ કોચ દ્વારા તેમને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું અને હજી પણ તેઓ તમામ વિકલાંગ ક્રિકેટરોને સાથ-સહકાર આપી રહ્યા છે.

હવે વિકલાંગ એમ્પાયર પણ જોવા મળશે 

આવનારા સમયમાં હવે સામાન્ય એમ્પાયર નહીં પરંતુ એક વિકલાંગ એમ્પાયર પણ જોવા મળશે. તદુપરાંત ક્રિકેટ રમનારા ક્રિકેટરો પણ વિકલાંગ હશે. એ પણ ખાસ કરીને મહિલાઓ. 2022 જાન્યુઆરીથી બાંગ્લાદેશ ખાતે એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે, જેમાં 6 દેશો ભાગ લઇ રહ્યા છે. તે ક્રિકેટ ટુર્નામેન્ટના ક્રિકેટરોની પસંદગી વડોદરા ખાતે થવાની છે અને તેમાં ખાસ કરીને વિશ્વમાં પ્રથમ વખત સૌથી નાની વિકલાંગ મહિલા 3 ફૂટ 2 ઈંચની એમ્પાયર બનશે. તથા સ્કોર પણ મૂંગા બહેરા હશે.

આ પણ વાંચો: શું દરિયાકાંઠોનો ગેરફાયદો ઉઠાવીને માફિયા ગુજરાતને બનાવી રહ્યા છે 'ડ્રગ્સનું હબ'?

ગીતાબેન ગાયકવાડ, વડોદરા એસોસિએશનના મહિલા વિભાગની ચેરમેન, જેમના દ્વારા વચન આપવામાં આવેલ છે કે, જ્યારે જ્યારે મહિલાઓની મેચ હશે, ત્યારે તમારા છોકરા છોકરીને બોલાવી અમે એમને પૈસા આપીશું અને આ જે પેનલ બની છે, તેઓ જ્યાં જશે ત્યાં એમને 3 AC નું ભાડુ મળશે. 4 સ્ટાર હોટેલમાં રાખવામાં આવશે અને દિવસના 2000 રૂપિયા આપવામાં આવશે. આ પ્રકારે સ્વરોજગારનું પણ સર્જન કરવામાં આવેલ છે.
First published:

Tags: Vadodara, વડોદરા શહેર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો