Home /News /madhya-gujarat /Vadodara: આ દુકાનદારે આપી આવી સરસ મજાની ઓફર, બસ આટલું કામ કરજો

Vadodara: આ દુકાનદારે આપી આવી સરસ મજાની ઓફર, બસ આટલું કામ કરજો

X
દિલીપભાઈનું

દિલીપભાઈનું અનોખું મતદાન પ્રોત્સાહક અભિયાન ...

કારેલીબાગના જાણીતા દિલીપ ખમણ હાઉસ ખાતે સોમવારે મતદાનના દિવસે મતદાન કરીને આંગળી પર શાહીના ટપકાંનું નિશાન બતાવનારને ફ્રી એક પ્લેટ ખમણનો નાસ્તો કરાવવામાં આવશે. 

    Nidhi Dave, Vadodara: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં ખાસ લોકો ચૂંટણીમાં પોતાનું યોગદાન આપે, મત કરી યોગ્ય ઉમેદવારને ચૂંટે, દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવે એવા તમામ લોકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

    કારેલીબાગના જાણીતા દિલીપ ખમણ હાઉસ ખાતે સોમવારે મતદાનના દિવસે મતદાન કરીને આંગળી પર શાહીના ટપકાંનું નિશાન બતાવનારને ફ્રી એક પ્લેટ ખમણનો નાસ્તો કરાવવામાં આવશે. તંદુરસ્ત લોકશાહી માટે તમામ મતદારો મતદાન કરે અને લોકતંત્રના પ્રહરી બને એ જરૂરી છે. ચૂંટણીના દિવસે લોકોને પૂરતા પ્રમાણમાં ખમણ ખવડાવી શકે એ માટે આજથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 250 થી 300 કિલો જેટલા ખમણ ચૂંટણીના દિવસે લોકોને ખવડાવવામાં આવશે.

    દિલીપ ખમણ હાઉસના દિલીપભાઈએ જાગૃત અને મતદાનની ફરજ પૂરી કરનાર મતદારોને પોતાની રીતે અને સ્વખર્ચે પ્રોત્સાહિત કરવાનું એક અનોખું આયોજન કર્યું છે. સોમવાર 5 ડિસેમ્બર, સવારે 9 થી 11 દરમિયાન શહેરીજનો મત આપીને અહીં ફ્રીમાં ખમણની મજા માણી શક્શે. વધુમાં જણાવ્યું કે, જાતે મતદાન કરવું અને અન્ય મતદારોને મત આપવા માટે જાગૃત અને પ્રોત્સાહિત ક૨વા એ પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ ફરજ નિભાવીને લોકશાહીને મજબૂત ક૨વામાં શક્ય યોગદાન આપવા અમે આ આયોજન કર્યું છે.

    સરનામું: દિલીપ ખમણ હાઉસ, જલારામ ચેમ્બર્સ, જલારામ મંદિર રોડ, કારેલીબાગ.
    સમય: સવારના 9 થી 11.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Fast food, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन