Home /News /madhya-gujarat /નશાખોરીનું ષડયંત્ર! વડોદરામાં ફરી બે લોકો ડ્રગ્સના ઈંજેક્શન સાથે ઝડપાયા

નશાખોરીનું ષડયંત્ર! વડોદરામાં ફરી બે લોકો ડ્રગ્સના ઈંજેક્શન સાથે ઝડપાયા

    વડોદરા શહેરને ડ્રગ્સ માફિયાઓએ પોતાનો અડ્ડો બનાવ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે ફરી વડોદરા રેલ્વે સ્ટેશન પાસેથી ડ્રગ્સના ઈન્જેક્શન સાથે બે લોકો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે.

    વડોદરામાં ત્રણ મહિનામાં ત્રણ વાર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને વડોદરા પોલીસે નશાખોરીના મોટા ષડયંત્રનો કર્યો છે પર્દાફાશ. પહેલા રેલ્વે સ્ટેશન પાસેથી નશાના ઈન્કેજ્શન ઝડપી પાડયા બાદ 25 માર્ચે યાકુતપુરાનાં અજબડી મિલ પાસેથી 1000 નશાનાં ઇન્જેકશન સાથે બે આરોપીઓની ઘરપકડ કરી હતી, અને હવે શહેરમાં માંજલપુર વિસ્તારમાં સીતારામ ગરબા ગ્રાઉન્ડમાં નશાનાં ઇન્જેકશનો સાથે મેથામ્ફેટામાઇન નામનો નશો કરવાના પાવડર સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે..

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વડોદરામાં યાકુતપુરા હજરત એપાર્ટમેન્ટમાં રહેતા નદીમ ભોલુ દાઢી અને રફીર શૈખ ઉત્તરપ્રદેશથી ડ્રગ્સની હજાર કેપ્સ્યૂલ, ઇન્જેક્શન લાવતા હતા. જેઓ રૂ.5.49ના ઇન્જ્કેશન રૂ.200માં વેચતા હતા. જેમને માહિતીને આધારે બંને આરોપીઓ પર વોચ રાખી આજે તમને રંગેહાથે ઝડપી લીધા હતા.

    આરોપીઓ પાસેથી પેટાઝોસિન અને પેન્ટાલેબ નામનાં ઇન્જેક્શન જપ્ત કરી લેવામાં આવ્યાં હતા. આ સિવાય, વડોદરાના અટલાદરા કેનાલ રોડ પર આવેલી રોઝડેલ વાટિકાના મકાન નંબર 58માં રહેતાં નયનાબહેન પાઠક, તેમનો પુત્ર સમર્થ પાઠક અને પુત્રવધૂ મોનાલી પાઠક ડ્રગ્સનો ધંધો કરતાં હોવાની પોલીસને બાતમી મળી વડોદરા એસઓજી પોલીસે રેલવે સ્ટેશન નજીક આવેલી દામાજીરાવ ધર્મશાળા પાસે વૉચ ગોઠવી માતા, પુત્ર અને પુત્રવધૂને ઝડપી પાડ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Again, Arrested, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन