વડોદરા: મહાનગરપાલિકામાં (Vadodara Municipal Corporation) દર અઠવાડિયે સામાન્ય સભા યોજાતી હોય છે. જેમાં શહેરના કામોને લઈને પ્રસ્તાવો મુકાતા હોય છે. આ પ્રસ્તાવો જે સ્થાયી સમિતિમાં (Standing Committee) રજૂ કરવામાં આવતા હોય છે, જેમાં શહેરીજનોને ઉપયોગી હોય એવા કામોની મંજૂરી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ કરતા હોય છે. તો જેટલા કામોને મંજૂરી મળેલ છે એ નીચે મુજબ છે:
1. પ્રધાનમંત્રી આવાસ યોજના - જે કરોડો રૂપિયાના ખર્ચે શહેરના કુલ 5 જેટલા સ્થળે બંધાવાના છે, જેની મંજૂરી આપવામાં આવી છે.
2. વરસાદી તથા ડ્રેનેજની કામગીરી, પાણીની લાઈનની કામગીરી જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
3. હેલ્થ ને લગતા તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે.
4. એડવાન્સ વેરો- રહેણાંક લોકોને એડવાન્સ વેરામાં 10% તથા બિનરહેણાંક લોકોને એડવાન્સ વેરામાં 5% જેટલી રાહત આપવામાં આવી છે. પરંતુ આ વેરો જો 31 જુલાઈ પહેલા ભરવામાંઆવે તો.
આ તમામ કામોની 8 થી 10 મહિનાની સમયમર્યાદા હોય છે. જેમાં આ કામોને પૂર્ણ કરવાના હોય છે. જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.