વડોદરા: MS યુનિવર્સિટીની વીપી સાથે રેગિંગ મામલે આઠની અટકાયત

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ આઠ વિદ્યાર્થીઓની અટકાયત કરી તપાસનો દોર શરૂ કરાયો છે

News18 Gujarati
Updated: April 27, 2019, 4:59 PM IST
વડોદરા: MS યુનિવર્સિટીની વીપી સાથે રેગિંગ મામલે આઠની અટકાયત
MS યુનિવર્સિટીની વીપી સાથે રેગિંગ મામલે આઠની અટકાયત
News18 Gujarati
Updated: April 27, 2019, 4:59 PM IST
ફરીદ ખાન, વડોદરા: એમ.એસ યુનિવર્સિટીની વીપી સલોની મિશ્રા સાથે રેગિંગ મામલે આઠ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ આઠ વિદ્યાર્થીઓની અટકાયત કરી તપાસનો દોર શરૂ કરાયો છે.

એન.એસ.યુ.આઈના પૂર્વ વિદ્યાર્થી ઝુબેર પઠાણે એસિડ નાંખવાની ધમકી આપી હતી. જે બાદ હેડ ઓફિસ ખાતે પોલીસ સુરક્ષા ગોઠવાઇ છે, જ્યારે સયાજીગંજ પોલીસ ઇન્સ્પેક્ટરે હેડ ઓફિસ ખાતે વિજિલન્સ હેડ પી.પી કાલાની સાથે મુલાકાત કરી ચર્ચા કરી છે.

એમ.એસ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં સલોની મિશ્રા વી.પી તરીકે ચૂંટાઈ આવી હતી. ઝુબેરે વીપીને એસિડ નાખવાની આપેલી ધમકીને પગલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આઈકાર્ડ વગરના ઝુબેર સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પંચમહાલઃ એક જ ગામમાં અલગ અલગ સમયે યુવક-યુવતીએ કરી આત્મહત્યા

સાથે જ આ મામલે વીપી સલોની મિશ્રા સહિત વિદ્યાર્થીનીઓએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. હાલ સયાજીગંજ પોલીસે દ્વારા આઠ વિદ્યાર્થીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરિયાદીએ News18 સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા સિક્યોરિટી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. તેમ છતાં ફાયદો શું? અમારે ત્યાં આઇડી કાર્ડ ચેક કરવામાં આવતાં નથી. તે ક્રાઇમની દ્રષ્ટિએ સૌથી મોટી વાત છે. અસામાજિક તત્વોનો અડ્ડો આર્ટ્સ કેન્ટિન પાસે છે. તેઓ યુવતીઓની છેડતી કરે છે. તમામ હરકતો કરે છે, છતાં તેમની સામે પગલાં કેમ નથી લેવાતાં?
ફરિયાદ કરતાં જ કલાકોમાં વડોદરા પોલીસે તેની ગ્રુપ સાથે ધરપકડ કરી. આથી પોલીસે અમારો વિશ્વાસ તોડ્યો નથી. પરંતુ કેમ ફરિયાદ બાદ પગલાં લેવાય છે? આ અગાઉ પણ ઝુબેર સામે ફરિયાદો થઇ ચૂકી છે.
First published: April 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...