Home /News /madhya-gujarat /Vadodara: યાત્રીગણ કૃપિયા ધ્યાન દે; 6 ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર
Vadodara: યાત્રીગણ કૃપિયા ધ્યાન દે; 6 ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર
વડોદરા સ્ટેશન પરથી પસાર થતી છ ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર...
વડોદરા સ્ટેશન પરથી પસાર થતી 6 ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા ટ્રેન નંબર, ટ્રેનનું સ્થળ અને સમય જાહેર કરવામાં આવ્યા છે.
Nidhi Dave, Vadodara: વડોદરા સ્ટેશન પરથી પસાર થતી 6 ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા મંડળના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે,આ ફેરફાર ડીઝલ લોકોથી ઈલેક્ટ્રિક લોકો લગાવવા અને વડોદરા સ્ટેશન પર ટ્રેનોનું દબાણ ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
ટ્રેનના ઉપડવાના સમયમાં બદલાવ થવાના કારણે આવનારા સમયમાં યાત્રીઓને કોઈ મુશ્કેલી પડે નહીં, તેથી પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા આજરોજ ટ્રેન નંબર સહિત ટ્રેનનું સ્થળ અને સમય જાહેર કરવામાં આવ્યા છે.
આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
1- ટ્રેન નંબર 22653 તિરુવનંતપુરમ - હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટનો 08 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 09 : 18 વાગ્યાનો રહેશે.
2- ટ્રેન નંબર 22654 હઝરત નિઝામુદ્દીન - તિરુવનંતપુરમ સુપરફાસ્ટનો તારીખ 09 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાનનો સમય 18 : 18 વાગ્યાનો રહેશે.
3- ટ્રેન નંબર 22633 તિરુવનંતપુરમ - હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટનો 05 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 23 : 59 વાગ્યાનો રહેશે.
4- ટ્રેન નંબર 22634 હઝરત નિઝામુદ્દીન - તિરુવનંતપુરમ સુપરફાસ્ટનો 06 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશન થી ઉપડવાનો સમય 10 : 58 વાગ્યાનો રહેશે.