Home /News /madhya-gujarat /VADODARA: રાતોરાત વડોદરામાં રસ્તાને નડતરરૂપ મંદિરો તોડી પડાતા કોંગ્રેસનો સખત વિરોધ

VADODARA: રાતોરાત વડોદરામાં રસ્તાને નડતરરૂપ મંદિરો તોડી પડાતા કોંગ્રેસનો સખત વિરોધ

X
મંદિરના

મંદિરના પુનઃસ્થાપનની સાથે પ્રાણપ્રતિષ્ઠાના આયોજનની માંગ...

હાલ શહેરમાં ઘણા વિસ્તારોમાં નવા રોડ તથા પુલનું કામ ચાલી રહ્યું છે. તો એવામાં મોડી રાત્રે ઓ.પી. રોડ ખાતે રસ્તામાં આવતા હનુમાનજીના તથા ભાથુજી મહારાજનું મંદિર તોડી દેવામાં આવ્યું. આ ઘટનાના કારણે શહેરજનોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. 

વડોદરા: હાલ શહેરમાં ઘણા વિસ્તારોમાં નવા રોડ તથા પુલનું કામ (Development Work) ચાલી રહ્યું છે. તો એવામાં મોડી રાત્રે (Mid Night) ઓ.પી. રોડ ખાતે રસ્તામાં આવતા હનુમાનજીના તથા ભાથુજી મહારાજનું મંદિર તોડી (Demolished the temple) દેવામાં આવ્યું. આ ઘટનાના કારણે શહેરજનોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. જેમાં શહેરીજનો, સામાજિક કાર્યકર્તાઓ તથા કોંગ્રેસ દ્વારા ધારણ કરી મંદિરની પુનઃ સ્થાપના કરવામાં આવે એવી માંગ કરવામાં આવી. સાથે જ રામધૂન કરવાની સાથે સાથે શાસકો સામે નારેબાજી કરાઈ હતી.

ગેરકાયદેસર પોલીસની કેબીન તથા વીજ કંપનીની કમ્પાઉન્ડ વોલ પણ તોડવા વિરોધ કરતા લોકોની માંગ.

આ ઘટના દરમિયાન વધુ એક પ્રશ્ન સામે આવ્યો કે, મંદિર તોડી પાડ્યું તે સ્થળે ગેરકાયદેસર પોલીસની કેબીન તથા વીજ કંપનીની કમ્પાઉન્ડ વોલ છે. તે કેમ દૂર કરવામાં આવ્યું નથી ??? વિકાસની આડમાં મંદિર તોડવું હોય તો મંદિરના અગ્રણીઓ સાથે ચર્ચા - વિચારણા સાથે મંદિર પુનઃસ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર તોડવા જોઈએ. જેથી લોકોની ધાર્મિક લાગણીના દુભાય.

આ પણ વાંચો: Kutch News: એકમાત્ર દરિયાઈ શાકાહારી જીવના કચ્છના અખાતમાં પ્રથમવખત ફોટોગ્રાફીક પુરાવા મળ્યા

ટીમ રિવોલ્યુશન અને કોંગ્રેસે દેરી બનાવવાનું શરૂ કરતાં જ પોલીસ ત્રાટકી, 2 ની અટકાયત

આ ઘટના બાદ ટીમ રિવોલ્યુશન અને કોંગ્રેસે દેરી બનાવવાનું શરૂ કરતાં જ પોલીસ ત્રાટકી, 2 ની અટકાયત કરી. જીઈબીની દીવાલ પાસે ફૂટપાથ પર મંદિર બનાવવાનું નક્કી કરી શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત પણ કર્યું હતું. તથા વર્ષોથી મંદિરની સેવા કરતા વાસણા ગામના 65 વર્ષના ભીખાભાઇ બારીયાએ જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું કે કોર્પોરેશને મંદિર તોડી નાખ્યું છે. હું અહીંયા આવ્યો તો મને ધ્રાસકો લાગ્યો. 60 વર્ષથી હું દિવાબત્તી કરું છું. મંદિરની મૂર્તિઓની સાથે ઘંટ, બારણા અને રૂપિયા પણ લઈ ગયા. આ સ્થળે મંદિર બનાવી આપે તેવી તેઓમાંગ કરી રહ્યા છે.
First published:

Tags: Congress Guarat, Vadodara, વડોદરા શહેર