સ્વતંત્રતા દિવસે જિલ્લાના 4,47,490 કરતા વધુ ઘર પર ત્રિરંગો લહેરાશે.
ખાદી ભંડારમાં અત્યાર સુધીમાં રૂપિયા 20 લાખનો વિવિધ સાઈઝના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું છે અને 15 મી ઓગસ્ટ સુધી 25 લાખ રૂપિયા ધ્વજ વેચાય તેમ લાગી રહ્યું છે. સૌથી વધુ વેચાણ 2x3 ફૂટ અને 13x 27 ઇંચના ધ્વજનું વેચાણ થઈ રહ્યું છે.
Nidhi dave, Vadodara: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (Aazadi Ka Amrut Mahotsav) હર ઘર તિરંગાના (Har Ghar Tiranga) આહવાનને પગલે નાગરિકોનો રાષ્ટ્રધ્વજ ખરીદવા ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી તા. 13થી તા.15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગાના આહવાનને નાગરિકોએ હૃદયપૂર્વક સ્વીકારી લીધું છે. જેનાપગલે ત્રિરંગાની ધૂમ ખરીદીના પગલે કારીગરો રાઉન્ડ ધ ક્લોક ત્રિરંગા તૈયાર કરી રહ્યા છે.
તિરંગાની કિંમત 190 થી લઈ 34,400 ની કિંમતના છે.
વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ સંચાલિત રાવપુરા પોલીસ મથકને અડીને આવેલા ખાદી ભંડારના વ્યવસ્થાપકો લોકો , મંડળો , કચેરીઓ , સંસ્થાઓની માંગ પ્રમાણે માન્ય રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવા કમર કસી રહ્યાં છે. ખાદી ભંડારમાં નાના તિરંગાની કિંમત 190 થી લઈને મોટામાં મોટા રૂ. 34,400 ની કિંમતના રાષ્ટ્ર ધ્વજ, વિવિધ માન્ય માપ પ્રમાણે નિર્ધારિત કિંમતે માત્ર રાષ્ટ્રીય પર્વો નહિ પણ લગભગ બારે માસ ઉપલબ્ધિ પ્રમાણે વેચવામાં આવે છે.
ખાદી ભંડારમાં ધ્વજ ઉપરાંત ઝંડો ફરકાવવા માટેની ગરગડી જેવી એસેસરીઝ પણ વેચાય છે.
મેનેજર રાકેશ પટેલે જણાવ્યું કેઅહીં ધ્વજ શુદ્ધ ખાદીના કાપડમાંથી આ સંસ્થાઓ બનાવે છે. મોટેભાગે રાષ્ટ્રીય પર્વો પ્રસંગે રાષ્ટ્ર ધ્વજનું વેચાણ થાય છે. જ્યારે ક્રિકેટ મેચ હોય, અન્ય કોઈ રાષ્ટ્ર ભાવના સાથે સંકળાયેલા ઉત્સવો હોય ત્યારે પણ નાના મોટા ધ્વજની માંગ નીકળે છે. હર ઘર તિરંગા અભિયાનને પગલે અત્યારથી જ મોટા પ્રમાણમાં રાષ્ટ્ર ધ્વજ માટે પૃચ્છા આવી રહી છે. માંગને પહોંચી વળવા ખાદી ગ્રામ શક્ય તેટલા બધાં પ્રયત્નો કરી રહ્યા છે. અત્યાર સુધી મોટે ભાગે શુદ્ધ કોટન ખાદી અને રેશમી ખાદીમાં રાષ્ટ્ર ધ્વજ વેચાય છે. ખાદી ભંડારમાં ધ્વજ ઉપરાંત ઝંડો ફરકાવવા માટેની ગરગડી જેવી એસેસરીઝ પણ વેચવામાં આવે છે. અને કેવી રીતે ઝંડો ફરકવો એ પણ ખાદી ગ્રામમાં શિખવાડવામાં આવે છે.
ખાદી ગ્રામમાં 20 ફૂટની લંબાઈ સુધીના ધ્વજ સ્તંભ પણ ઓર્ડર પ્રમાણે ઉપલબ્ધ કરાવવાની સાથે ધ્વજને કેવી રીતે ઘડી વાળવો , સ્તંભ પર કેવી રીતે બાંધવો , કયા નિયમો પાળવા ઇત્યાદિનું માર્ગદર્શન પણ સંસ્થાઓને તથા લોકોને આપવામાં આવતું હોય છે. આ ઉપરાંત ઓફિસ પર કે ઘરમાં ટેબલ પર મૂકી શકાય તેવા, ખમીસના બટન કે ખીસા પર લગાડી શકાય તેવા , કારમાં ડેશ બોર્ડ પર લગાવવા માટેના ક્રોસ ફ્લેગ પણ રાખવામાં આવ્યું છે.રાવપુરા સ્થિત ખાદી ભંડારમાં અત્યાર સુધીમાં રૂપિયા 20 લાખનો વિવિધ સાઈઝના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું છે અને 15 મી ઓગસ્ટ સુધી 25 લાખ રૂપિયાના ધ્વજ વેચાય તેમ લાગી રહ્યું છે. સૌથી વધુ વેચાણ 2x3 ફૂટ અને 13x 27 ઇંચના ધ્વજનું વેચાણ થઈ રહ્યું છે.
સ્વતંત્રતા દિવસે જિલ્લાના 4,47,490 કરતા વધુ ઘર પર ત્રિરંગો લહેરાશે. ગ્રામોધોગ સહકારી સંઘ, આનંદપુરા ખાતે ગ્રામ વિકાસ સંઘ ( ખાદી એમ્પોરિયમ ), અલકાપુરી ગાંધી હાટ, સંગમ ચાર રસ્તા પંચશીલ ખાદી ગ્રામોધોગ સહિત ખાદી ભંડારોમાં ત્રિરંગા માટે અધધ ઓર્ડર જારી છે. દર વર્ષે જિલ્લા ખાદી ગ્રામોધોગમાંથી રૂ. 7 લાખની કિંમતના રાષ્ટ્રધ્વજનું વેચાણ થતું હતું, જે આંક આ વર્ષે રૂ. 25 લાખ ઓધવળોટવાની સંભાવના છે.