નવરાત્રિમાં અવનવી ચણીયાચોળી તથા ઝભ્ભા ઓઢણી સહિતના વસ્ત્રોની માંગમાં વધારો
શહેરના ફેશન ડિઝાઇનર (Fashion designer) ઓમ ભારવાની દ્વારા નવરાત્રી (Navratri 2021) પર્વને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ચણીયાચોળી તૈયાર કરવામાં આવ્યા છે.
વડોદરા: શહેરના ફેશન ડિઝાઇનર (Fashion designer) ઓમ ભારવાની દ્વારા નવરાત્રી (Navratri 2021) પર્વને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ચણીયાચોળી તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના (Cororna)ની મહામારીને કારણે છેલ્લા દોઢેક વર્ષોથી કોઇપણ પ્રકારના ધાર્મિક કે સામાજિક પ્રસંગો પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે તમામ ધાર્મિક અને સામાજિક પ્રસંગો બંધ રહ્યાં હતાં. ખાસ કરીને દશામાં, ગણપતિ, નવરાત્રી, તાજીયા સહિતના તમામ ધર્મોના ધાર્મિક તહેવારો પણ બંધ રહેતા તે તહેવારો સાથે સંકળાયેલા તમામ વર્ગને આર્થિક રીતે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબા માટે પરવાનગી આપતાં, હવે નવરાત્રી સાથે સંકળાયેલા તમામ વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને નવરાત્રિમાં અવનવી ચણીયાચોળી તથા ઝભ્ભા ઓઢણી સહિતના વસ્ત્રો ની ખૂબ માંગ હોય છે. ત્યારે શહેરના જાણીતા ફેશન ડિઝાઇનર ઓમી ક્રિએશનના ઓમ ભારવાની દ્વારા આ વખતે અવનવા ચણીયાચોળી ને ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. તે પણ દરેકને પોષાય તે રીતના બજેટમાં તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં મહિલાઓ, યુવતીઓ વિશેષ ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. શહેરના કારેલીબાગ સ્થિત મુક્તાનંદ ચારરસ્તા સર્કલ પાસે ઓમી ક્રિએશનના શો રુમ ખાતે વિશેષ નવરાત્રી માટેના ડિઝાઇનર ચણીયાચોળીની લોકો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર