Home /News /madhya-gujarat /

ગરીબ અને મધ્યમ વર્ગને મુસાફરીમાં અનુકૂળ લોકલ - મેમુ ટ્રેન શરૂ કરવા માંગ

ગરીબ અને મધ્યમ વર્ગને મુસાફરીમાં અનુકૂળ લોકલ - મેમુ ટ્રેન શરૂ કરવા માંગ

આમ

આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરના માધ્યમથી રેલ મંત્રાલયને રજૂઆત કરી...

ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે મોંઘવારીના કાળ દરમિયાન મુસાફરી કરવા અનુકૂળ એવી લોકલ મેમુ ટ્રેન સહિત રાબેતા મુજબની અન્ય ટ્રેનો શરૂ કરવાની માંગ સાથે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેક્ટરના માધ્યમથી રેલ મંત્રાલયને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. 

વધુ જુઓ ...
    વડોદરા: ગરીબ અને મધ્યમવર્ગના (Poor and Middle Class) લોકો માટે મોંઘવારીના કાળ દરમિયાન મુસાફરી કરવા અનુકૂળ એવી લોકલ મેમુ ટ્રેન (Local Memu Train) સહિત રાબેતા મુજબની અન્ય ટ્રેનો શરૂ કરવાની માંગ સાથે વડોદરા શહેર આમ આદમી પાર્ટી (Aam Aadami Party) દ્વારા જીલ્લા કલેક્ટરના માધ્યમથી રેલ મંત્રાલયને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં લોકડાઉનમાં મોટાભાગની સેવાઓ બંધ કરી હતી. માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ હતી. હાલ ધીમે ધીમે કોરોનાના કેસો ઓછા થવા માંડ્યા છે. પરંતુ લોકલ ટ્રેનો હજી એ શરૂ કરાઇ નથી.

    જે બાબતે વડોદરા શહેર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકલ ટ્રેનો તથા શરૂ ન થયેલ અન્ય ટ્રેનો પણ શરૂ કરવા રજુઆત કરી હતી. હોદેદારોએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન લોકલ ટ્રેનો તથા અન્ય એક્સપ્રેસ ટ્રેનો બંધ કરાઇ હતી. છેલ્લા ઘણા વખતથી કોરોનાની ગતિ ધીમી થઈ ગઈ છે અને રોજીંદુ જીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે.

    આ પણ વાંચો: જમીન કૌભાંડનાં કોંગ્રેસનાં આરોપો મામલે કોર્ટ પહોંચ્યા ભાજપનાં નેતા નીતિન ભારદ્વાજ

    મધ્યમવર્ગને પોષાય તેવી લોકલ ટ્રેનો જો ચાલુ કરાય તો ગરીબ અને મધ્યમ વર્ગને મુસાફરીને લગતી ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવી શકે છે. જેથી આવા ગરીબ અને મધ્યમવર્ગ તેમજ જનતાની મુસાફરીની જરૂરિયાતને ધ્યાનમાં લઈ લોકલ તથા અન્ય એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરાય તેવી માંગણી કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Aam Aadami Party, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन