Home /News /madhya-gujarat /Vadodara: ગાજરનો હલવો આ વાસણમાં બનાવશોને તો આંગળા ચાટતા રહી જશો, જૂઓ વીડિયો

Vadodara: ગાજરનો હલવો આ વાસણમાં બનાવશોને તો આંગળા ચાટતા રહી જશો, જૂઓ વીડિયો

X
માટીના

માટીના વાસણમાં જમવાનું બનાવવાથી અનેક ફાયદાઓ થાય છે. 

માટીના વાસણને ઉપયોગમાં લેતા પહેલા ચોખ્ખા પાણીથી બે ત્રણ વખત ધોઈ લેવું અને ત્યારબાદ તેલ અને હળદરનો લેપ આખા માટીના વાસણ પર લગાવી દેવો. એક દિવસ બાદ માટીના વાસણનો ઉપયોગ કરી શકાય છે.માટીના વાસણમાં જમવાનું બનાવવાથી માટીમાં રહેલા તત્વો પણ ખોરાકમાં ભળે છે અને એ ખોરાક ખાવાથી આપણા શરીરમાં અનેક ફાયદાઓ થતા હોય છે.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: અગાઉના વીડિયોમાં આપણે જોયું કે માટીના વાસણ કેવી રીતે ખરીદી શકાય છે, માટીના વાસણ ખરીદતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ જાણકારી અગાઉના વીડિયોમાં આપણે જોઈએ. માટીના વાસણને ઉપયોગમાં લેતા પહેલા ચોખ્ખા પાણીથી બે ત્રણ વખત ધોઈ લેવું અને ત્યારબાદ તેલ અને હળદરનો લેપ આખા માટીના વાસણ પર લગાવી દેવો. એક દિવસ બાદ માટીના વાસણનો ઉપયોગ કરી શકાય છે.

જેવી રીતે આપણે કોઈપણ પાત્રમાં ગાજરનો હલવો બનાવતા હોઈએ છે એવી જ રીતે માટીનું વાસણ લેવું. એમાં સૌપ્રથમ પાણી અને દૂધ ઉમેરીને ગરમ થવા દેવું. ત્યારબાદ છીણેલું ગાજર એમાં ઉમેરવું અને થોડીવાર ઢાંકી દેવું. ગાજરનું છીણ, પાણી અને દૂધ એકરસ થઈ જાય ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવી. અને ત્યારબાદ થોડું ઘી પણ ઉમેરી શકાય છે. તો બસ, ફક્ત 10થી 15 મિનિટમાં જ ગાજરનો હલવો તૈયાર થઈ જાય છે.

માટીના વાસણમાં જમવાનું બનાવવાથી અનેક ફાયદાઓ થાય છે. માટીના વાસણમાં જમવાનું બનાવવાથી માટીમાં રહેલા તત્વો પણ ખોરાકમાં ભળે છે અને એ ખોરાક ખાવાથી આપણા શરીરમાં અનેક ફાયદાઓ થતા હોય છે. માટીના વાસણમાં દૈનિક ભોજન ખુબ જ સરળતાથી બની શકે છે જેમ કે દાળ, શાક, ભાત વગેરે. ખાસ કરીને માટીના વાસણમાં ગાજરનો હલવો કેટલો સ્વાદિષ્ટ બને છે એ જાણીશું.
First published:

Tags: Clay Pots, Good Food, Local 18, Vadodara

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો