Home /News /madhya-gujarat /Emergency landing : દિલ્હીથી વડોદરા જઇ રહેલી ફ્લાઇટ 6E-859 નું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

Emergency landing : દિલ્હીથી વડોદરા જઇ રહેલી ફ્લાઇટ 6E-859 નું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)

Vadodara News: પ્લેનમાં આ સમસ્યા શા માટે થઈ અને તેમાં કેટલા મુસાફરો હતા તે અંગેની એરલાઈન્સે હજુ સુધી તેની માહિતી આપી નથી.

    વડોદરા : જુલાઈ મહિનો એરલાઈન્સ (Domestic aircraft) માટે ખરાબ જઈ રહ્યો છે, જ્યાં વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ (emergency landing) સતત થઈ રહ્યા છે. ગુરુવારે દિલ્હીથી વડોદરા (Delhi to Vadodara flight) જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (indigo flight) 6E-859માં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે તેનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

    મળતી માહિતી મુજબ, જ્યારે વિમાને દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી ત્યારે થોડીવાર પછી તેનું એન્જિન વાઇબ્રેટ થવા લાગ્યું. પાયલોટને સાવચેતીનો મેસેજ આવ્યો હતો. સાવચેતીના કારણોસર પાયલટે નજીકના એરપોર્ટનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેનું લેન્ડિંગ જયપુરમાં કરવામાં આવ્યું. પ્લેનમાં આ સમસ્યા શા માટે થઈ અને તેમાં કેટલા મુસાફરો હતા તે અંગેની એરલાઈન્સે હજુ સુધી તેની માહિતી આપી નથી. તેમના તરફથી માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે, વિમાને જયપુર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તમામ યાત્રીઓને અન્ય ફ્લાઇટમાં પહોંચાડવામાં આવ્યા છ.

    અમદાવાદમાં પતિ પત્ની ઓર વો

    અમદાવાદ શહેરમાં ફરીથી પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્ની અને પ્રેમીને હોટલમાં કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા. પત્નીનો જન્મદિન હોવાથી મિત્ર સાથે હોટલમાં આવી હતી. જેને પતિએ પકડી પાડતા હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે, પત્નીએ પોતાનો જન્મદિન હોવાને કારણે હોટલમાં આવી હોવાનું કહ્યું હતુ. નરોડા પોલીસે બંને પક્ષે મારા મારી અને જાનથી મારી નાંખવાના આક્ષેપો કરતી ફરિયાદ કરી હતી. (આની સંપૂર્ણ વિગતો જાણવા અહીં ક્લિક કરો)
    " isDesktop="true" id="1228910" >

    રાજકોટમાં હત્યા

    રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે માત્ર ચાર હજાર રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાને સારવાર દરમિયાન દમ તોડતા હવે હત્યાના પ્રયાસની ઘટના હત્યામાં પલટાઈ છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ તરફથી હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાઠીયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગુનાના કામે આઇપીસીની કલમ 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને ₹4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના મિત્ર સાથે મળીને મૃતક પર તૂટી પડ્યો હતો. (આની સંપૂર્ણ વિગતો જાણવા અહીં ક્લિક કરો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Emergency landing, ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन
    विज्ञापन