વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા જે દુબઈ ખાતે સ્થિત છે. જેની ઉંચાઈ 829.8 મીટર ઉંચાઈએ સૌથી ઉંચી ગગનચુંબી ઇમારત છે. જેમાં 163 માળ આવેલા છે. બુર્જ ખલીફાને બનતા 6 વર્ષ જેટલો સમય લાગ્યા અને 8 અબજ ડોલરનો ખર્ચ થયો હતો.
નિધિ દવે, વડોદરા: વિશ્વની સૌથી ઉંચી ઇમારત (World tallest building) બુર્જ ખલીફા (Burj Khalifa) જે દુબઈ (Dubai) ખાતે સ્થિત છે. જેની ઉંચાઈ 829.8 મીટર ઉંચાઈએ સૌથી ઉંચી ગગનચુંબી ઇમારત છે. જેમાં 163 માળ આવેલા છે. બુર્જ ખલીફાને બનતા 6 વર્ષ જેટલો સમય લાગ્યોઅને 8 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. બુર્જ ખલીફાને જોતા એવી અનુભૂતિ થાય કે આ ઈમારત કાચ અને સ્ટીલની બનેલી છે. તથા આ ઇમારતનું બાહ્ય આવરણ 26 હજાર ગ્લાસ પેનલ્સથી બનેલું છે. અને આ ઇમારતને બનાવવા માટે દરરોજ 12,000 જેટલા મજૂરો કામ કરતા હતાં. તો આ બુર્જ ખલીફાની પ્રતિકૃતિ વડોદરા શહેરના દિપક રાહુજા એ બનાવી છે.
આઇસ્ક્રીમ સ્ટીકથી બનાવી દીધુ બુર્જ ખલીફા
શહેરના તરસાલી વિસ્તારમાં વિશાલ નગરમાં રહેતા દિપક લક્ષ્મીચંદ રાહુજાએ કંઇક નવું કરવાની તમન્નાને સખત જહેમત બાદ સાકાર કરી છે. પોતાના રોજીંદા જીવનમાંથી થોડો થોડો સમય ફાળવીને બુર્જ ખલીફાનું મોડેલ ઉભું કર્યું છે. 6000 આઇસ્ક્રીમ સ્ટીકને ફેવિકોલથી ચોંટાડીને દુબઇ ખાતેના બુર્જ ખલિફાની 10 ફુટ ઊંચી તથા 35 કિલો વજન ધરાવતી પ્રતિકૃતિ બનાવી છે. વિશ્વની 829.8 મીટર ઊંચી કલાત્મક ઇમારતની પ્રતિકૃતિ તૈયાર કરી લાઇટ ગ્રે કલર કર્યો છે. જેમાં, મેઘધનુષી લાઇટીંગ પણ લગાવવામાં આવેલ છે. જેથી એનો ઉઠાવ ખરેખર ઓરિજીનલ બુર્જ ખલિફા જેવો જ આવી રહ્યો છે.
દુબઈના રાજા (King of Dubai) સુધી વાત પહોંચે તેવીદીપકભાઈની ઈચ્છા.
દીપકભાઈની ખાસ ઈચ્છા એ છે કે, તેમને આટલી મહેનત કરીને પ્રતિકૃતિ તૈયાર કરી છે એ દુબઈના રાજા (King of Dubai) સુધી વાત પહોંચે. એમને પણ ત્યાં જાણ થાય કે વડોદરાના યુવા એ દુબઈની ઓળખને બખૂબી બનાવી છે. અને આ બુર્જ ખલીફાની પ્રતિકૃતિને જાહેર જગ્યા પર જ્યાં બધું લોકો આવતા જતા હોય અને આ બુર્જ ખલીફાને નિહાળી શકે એવા સ્થળ પર મૂકવું છે. કારણ કે, દરેક લોકો દુબઈ તો જઈ નથી શકવાના તો, લોકોનું જે સ્વપ્ન હોય છે દુનિયાની સૌથી ઉંચી ઇમારત જોવાનું એ અહીંયા ભારતમાં રહીને જ પૂર્ણ થઈ શકે. અને આ વસ્તુ સાબિત કરે છે કે, પોતાના શોખને વ્યક્તિ એ ગમે ત્યારે સમય કાઢીને પૂરી કરવી જોઈએ.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર