
વડોદરાઃપાકિસ્તાનના કરાચીમાં છુપાયેલો અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ભારતનો ગુનેગાર દાઉદ ઇબ્રાહિંમ કરાચીમાં બેઠોબેઠો રોજ ભારતના નેતાઓ સાથે ફોનથી વાતચીત કરતો હોવાનો ગુજરાતના હેકર્સોએ દાવો કર્યો છે.
વડોદરાના માંજલપુરના મનીષ નામના હેકર્સે દાઉદના કોલ ડિટેઇલ હેક કર્યાનો દાવો કર્યો છે. PTCL પાકિસ્તાનની કંપનીને હેક કરતા દાઉદ ઇબ્રાઇમ પાકિસ્તાનના કરાચીમાં હોવાનું ખૂલ્યું છે.મનીષ ભંગાલે અને જયેશ શાહ હેકીગમાં જે કોલ રેકોર્ડ્સ સામે આવ્યા છે તે 5 સપ્ટેમ્બર 2015થી 5 એપ્રિલ 2016 દરમિયાનની છે.