દશામાની મૂર્તિઓના વિસર્જન માટે બનાવેલા કુત્રિમ તળાળમાં મગર આવ્યાં

વડોદરમાં જો તમને ક્યાંય મગર કે અન્ય વન્યજીવ દેખાય તો આ નંબર પર 9429558886/9429558883 સંપર્ક કરવો.

News18 Gujarati
Updated: August 8, 2019, 6:19 PM IST
દશામાની મૂર્તિઓના વિસર્જન માટે બનાવેલા કુત્રિમ તળાળમાં મગર આવ્યાં
વડોદરામાં કુત્રિમ તળાવમાંથી મગરને રેસ્ક્યૂ કરાયો હતો.
News18 Gujarati
Updated: August 8, 2019, 6:19 PM IST
વડોદરા: કૃત્રિમ તળાવમાંથી મગરને રેસક્યૂ કરાયો, હજુ બીજાનું કરાશે
વડોદરા: કાર્યકારી મ્યુનિસિપલ કમિશન અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચનાથી સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાની ટીમે નવલખી મેદાનમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાંથી એક મગરને રેસ્ક્યૂ કર્યો હતો અને વધુ એક મગર આ તળાવમાં હોવાથી મગર બચાવવા માટે અભિયાન ચાલુ રાખ્યું છે.
આ તળાવમાં આગામી દિવસોમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન થવાનું હોવાથી શાલિનીએ અગમચેતી રૂપે તાત્કાલિક મગરનું રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરના પૂરમાં જિલ્લા કલેકટરની સૂચનાથી વન વિભાગે 6 જેટલી રેસ્ક્યૂ ટીમો અને આ કામગીરીનો અનુભવ ધરાવતી સેવા સંસ્થાઓની મદદથી વન્ય જીવોને ઉગારવાનું અભિયાન હાથ ધર્યું હતું.

દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે બનાવેલું કુત્રિમ તળાવ


નાયબ વન સંરક્ષક વિનોદ ડામોરના જણાવ્યા પ્રમાણે પૂરના અને ભરાયેલા પાણીમાંથી કુલ 118 જેટલા વન્ય-જીવોને બચાવી લેવામાં આવ્યાં હતાં જેમાં 25 જેટલા મગર ઉપરાંત કાચબા,અજગર,સાપ,ઇત્યાદિનો સમાવેશ થાય છે.
Loading...

તેમનું કહેવું છે કે પૂરના પાણી ઓસરવાની સાથે પ્રવાહમાં વહી આવેલા વન્ય-જીવો નીકળવાની શકયતા વધી જાય છે. એ સંજોગોમાં જરૂરિયાતના પ્રસંગે નિર્દોષ વન્ય-જીવોને સુરક્ષિત ઉગારવા લોકો મોબાઈલ નં.9429558886/9429558883 પર વન વિભાગનો સંપર્ક કરે.
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...