Home /News /madhya-gujarat /Vadodara : વડોદરામાં એક મહાકાય મગરનું મોત, નાગરિકોએ આપી શ્રદ્ધાંજલિ

Vadodara : વડોદરામાં એક મહાકાય મગરનું મોત, નાગરિકોએ આપી શ્રદ્ધાંજલિ

પ્રતિકાત્મક

પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેરના સમાચારોનું ખાસ બૂલેટિન, જુઓ આ વીડિયોમાં શું થયું વડોદરામાં દિવસભર

  મગરના (Crocodile)  અસ્તિત્વ અંગે જાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના યવતેશ્વર મંદિરના કમ્પાઉન્ડ પાસેના વિશ્વામિત્રીના (Vishwamitri)  ઘાટ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  વિશ્વામિત્રીમાં 10 ઓગસ્ટે મહાકાય મગરનું મોત થયું હતું. તેનું કારણ ભલે સત્તાધીશોએ જાહેર કર્યું નથી, પણ વડોદરાના (Vadodara)  સરિસૃપ અને વન્યજીવોના રેસ્ક્યૂ સાથે સંકળાયેલા અને પર્યાવરણવિદો દ્વારા પ્રથમ વખત મૃત મગરની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

  આ અનોખો કાર્યક્રમ આ મગર જ્યાંથી મૃત મળ્યો હતો, તેની નજીક યવતેશ્વર મંદિરના કંપાઉન્ડ પાસે રખાયો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સફેદ વસ્ત્રોનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો.

  આ વિશે વન્યજીવ તજજ્ઞ વિશાલ ઠાકુરે જણાવ્યું કે, ‘મગર અને વિશ્વામિત્રી નદી એ અનન્ય ઓળખ છે. મગર પ્રત્યે વડોદરાવાસીઓ સંવેદનશીલ બને અને તેમનું અસ્તિત્વ ખતરામાં મૂકાય તેવી હરકતો સામે જાગૃત બને તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.’

  2. શહેરમાં કાલાઘોડા સ્થિત ફૂલહાર અર્પણના કાર્યક્રમ દરમિયાન રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કર્યો. 

  તારીખ ૧૬ ઓગષ્ટના રોજ સમગ્ર ભારતના ૨૦૦ જેટલી સંસદીય બેઠકો પર જન આશિર્વાદ યાત્રા નીકળી. ત્યારે રાજયકક્ષાના રેલ્વે અને કાપડ મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
  તથા વડોદરા શહેરના ભીમ રાવ આંબેડકરજીની પ્રતિમા તથા કાલાઘોડા સ્થિત શ્રીમત મહારાજા સર સાયજીરાવ ગાયકવાડજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

  આ કાર્યક્રમ દરિમિયાન શહેરના રાહદારીઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. આ કાર્યક્રમના લીધે રાહદારીઓને ઘણી મુશ્કેલી ઉઠાવી પડી હતી. તદુપરાંત ટ્રાફિકને રોકી રાખવાને કારણે રાહદારીઓના સમયનો પણ વેડફાટ થયો હતો.

  3.  શહેરના સયાજીબાગમાં આવેલ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીમાં દાંડી કૂચના મિજાજની અનુભૂતિ કરાવતા ગાંધી ચિત્રોના પ્રદર્શનનો પ્રારંભ

  સયાજીબાગમાં આવેલા વડોદરા સંગ્રહાલય ખાતે, ગોરા હાકેમોની હકુમતના પાયા હચમચાવનાર દાંડી કૂચના ચપટી નમકના પ્રતીક રૂપ મીઠાના ગાંગડા અને બાપુના પ્રિય રેંટિયા સમક્ષ દીપ પ્રગટાવીને બાપુના અંતેવાસી સદગત છગનલાલ જાદવે દોરેલા બાપુ, દાંડીકૂચ અને સ્વતંત્રતા આંદોલન વિષયક રેખા ચિત્રોના જાહેર પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવેલ છે.

  રિઝવાન કાદરીને અમદાવાદની ગુજરીમાંથી મળેલ સ્વતંત્રતાના અમુલ્ય દસ્તાવેજ જેવી છગનદાદાની ચિત્ર પોથી શોધીને ઇતિહાસનો વૈભવ વારસો વધાર્યો છે. ચિત્રપોથી દાંડી કૂચનો અર્વાચીન અને જીવંત દસ્તાવેજ છે. ભાવિ પેઢીને સ્વતંત્રતા કેટલા વિકટ સંઘર્ષો પછી મળી છે તેની અનુભૂતિ કરાવવા આ પ્રકારનું દસ્તાવેજીકરણ અનિવાર્ય છે. અહીંયા ગાંધીજી એ સહી કરેલા 3 ચિત્રો પણ ઉપસ્થિત છે.

  રિઝવાન કાદરીએ પ્રત્યેક રેખાચિત્ર પાછળની કલ્પનાની વિગતવાર જાણકારી આપી, તેની સાથે આશ્રમની રાત્રી શાળામાં જાદવજીને શિક્ષણ આપવાની બાપુએ કરેલી વ્યવસ્થા ,રવિશંકર રાવળ પાસે તેમને મળેલી ચિત્રકલાની તાલીમ, તેમણે બાપુ સાથે યરવડામાં ભોગવેલો જેલ વાસ, બાપુ ઉપરાંત સરદાર સાહેબ,જવાહરલાલ, મૃદુલા સારાભાઈ, જુગતરામ દવેના ચિત્રો ઈત્યાદી પર પ્રકાશ પાડ્યો.

  4. શહેરમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના વધતા કેસ

  વડોદરા શહેરમાં ડેન્ગ્યૂના 17 અને ચિકનગુનિયાના વધુ 9 કેસ નોંધાયા છે. આ બીમારી પાણીના લીધે ફેલાય રહી છે. તથા શહેરમાં ઝાડા-ઊલટીના 64 અને તાવના 137 કેસો નોંધાયા છે. મહાનગર પાલિકા દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે ડાયેરિયાના 100 કેસ આવ્યા.

  દંતેશ્વર, શિયાબાગ,નવાયાર્ડ, એકતાનગર, ગોરવા, મકરપુરા, તરસાલી, સુભાનપુરા, જેતલપુરમાં ડેન્ગ્યૂના કેસો નોંધાયા. જ્યારે ચિકનગુનિયાના કેસ તાંદળજા, ફતેપુરા, ગોત્રી, સુભાનપુરા, અકોટા તથા દિવાળીપુરામાંથી નોંધાયા છે. પાલિકાના તંત્ર દ્વારા શનિવારે 15,563 ઘરોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Crocodile, Vadodara

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन