તારીખ 14 સપ્ટેમ્બરના રોજ સવારે 3:00 કલાકે ટ્રેનની અડફેટે મગર આવી જતા અવસાન પામ્યું. મગર ફાટક પાર કરતી સમયે આ ઘટના બનેલ છે. રેલવેની મુખ્ય લાઈન હોવાથી અહીંથી તમામ મોટી ટ્રેનો પસાર થતી હોય છે. મગરના અકસ્માતના કારણે જે સમયની ચુસ્ત અને કદી મોડી ના પડે તેવી રાજધાની ટ્રેન ઘટના સ્થળે અડધો કલાકથી પણ વધારે રોકાયેલી રહી.
રાજધાની એક્સપ્રેસ ટીમને ઘટના સ્થળે લઈ ગઈ, જે કરજણથી 4 કિલોમીટર દુર હતી. ટિમ પહોંચતા પહેલા જ મગરનું અવસાન થઈ ગયું હતું અને તેઓ બચાવી ન શક્યા. રેલવેનો એક સંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે કે, એક મગર માટે તેઓ એ રાજધાની ટ્રેનનો સમય ન સાચવતા એક મૂંગા જીવ માટે ટ્રેનને રોકી રાખી. (માહિતી આપનાર નેહા પટેલ, અગ્નિ વીર પ્રનિન ફાઉન્ડેશન.)
વડોદરા ડિવિઝનની 16 ટ્રેનોમાં પાસ હોલ્ડરને આજથી મુસાફરીની મંજૂરી અપાઈ. કોરોનાની પહેલી લહેર આવી ત્યારથી ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો હતો. એ પછી તબક્કાવાર ટ્રેનો ચાલુ કરવામાં આવી. પરંતુ અત્યાર સુધી પાસ હોલ્ડરોને ટ્રેનોમાં પ્રવાસ માટેની મંજૂરી અપાઈ ન હતી.
3. ગણેશ વિસર્જનને અનુલક્ષીને NO પાર્કિંગ અને NO એન્ટ્રી
સાતમા અને દશમાં દિવસે સવારે નવ વાગ્યાથી વિસર્જન થતા સુધી જાહેરનામું અમલમાં રહેશે. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર તેમજ લહેરીપુરા દરવાજાથી રાવપુરા રોડ, માર્કેટ રોડ તથા દાંડિયા બજાર રોડ સહિત નવલખી મેદાન તરફ આવતા તમામ માર્ગો પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે.
તથા ગણેશ વિસર્જનમાં 15 વ્યક્તિઓની જ છૂટ આપેલ છે અને રાતે 11 સુધી કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિસર્જન કરશે, 12 વાગ્યાથી કર્ફ્યુ રહેશે.
એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપી રહ્યાં છે. ત્યારે તેમની નિમણુંક આંધ્રપ્રદેશ રાજ્યની સેન્ટ્રલ ટ્રાઈબલ યુનિવર્સિટીની એકેડેમીક એડવાઈઝરી કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નેક સહિતની અનેક કમિટીમાં પણ તેઓ સભ્ય તરીકે સેવા આપે છે.