Home /News /madhya-gujarat /

ઈ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો 2 લાખ રૂપિયાનો મફત વીમો, આ રીતે કરો રજીસ્ટ્રેશન

ઈ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો 2 લાખ રૂપિયાનો મફત વીમો, આ રીતે કરો રજીસ્ટ્રેશન

ઈ શ્રમ કાર્ડ ઘર કામવાળી બહેનો, નોકર,  સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને મળી શકે છે.

ઈ શ્રમ કાર્ડ ઘર કામવાળી બહેનો, નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરવાવાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને મળી શકે છે.

  વડોદરા: ઈ શ્રમ કાર્ડ ઘર કામવાળી બહેનો, નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરવાવાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને મળી શકે છે.

  કોણ છે પાત્ર???
  એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે.

  કોણ પાત્ર નથી???
  જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.

  કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય???
  રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ ઈ-ગ્રામ કેન્દ્ર પર કરાવી શકાય છે.

  રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ...
  ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર.

  શું લાભ થશે???
  - રૂપિયા બે લાખનો મફત વિમો.
  - શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓનો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.
  - ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે. આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે.

  આ પણ વાંચો: રાજકોટ : સ્ટુડિયો સંચાલકે ઘોળ્યું વખ, મિત્રને આપઘાત કરતા પહેલા કર્યો હતો એક મેસેજ

  વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે, જેમના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે...

  ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષાચાલક, લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા, હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા, બ્યુટીપાર્લરમાં કામ કરનાર, મોચી, દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, MDM વર્કર, ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર, ડેરીવાળા, તમામ પશુપાલકો, પેપર આપવાવાળા, ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય, આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી,‌ આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.

  આ પણ વાંચો: Dhandhuka murder કેસમાં નવા ખુલાસા: મૌલાના આયુબયે લખેલી પુસ્તક વિમોચનમાં ઉસમાની અને શબ્બીર

  રજીસ્ટ્રેશન ક્યાં થશે....
  આપના આસ પાસના કોમન સર્વિસ સેન્ટર (CSC સેન્ટર પર) વધુ માહિતી માટે મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, બ્લોક નંબર - સી, પાંચમો માળ, નર્મદા ભવન, વડોદરાનો રૂબરૂ સંપર્ક કરી શકાશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन