જિલ્લાના તબીબી અધિકારીઓ સાથે ઝૂમ મિટિંગ યોજીને આપ્યું માર્ગદર્શન...
વડોદરા શહેર (Vadodara) અને જિલ્લાના કોવીડ લાયઝન અધિકારી (Covid Liaison Officer) તરીકે તબીબી શિક્ષણના અધિક નિયામક ડો. રાઘવેન્દ્ર દીક્ષિત જવાબદારી સંભાળી રહ્યાં છે.
વડોદરા: કોવીડને (Covid 19) અનુલક્ષીને રાજ્ય સરકારે (State Government) દરેક જિલ્લા માટે લાયઝન અધિકારીની નિમણુંક કરી છે. વડોદરા શહેર (Vadodara) અને જિલ્લાના કોવીડ લાયઝન અધિકારી (Covid Liaison Officer) તરીકે તબીબી શિક્ષણના અધિક નિયામક ડો. રાઘવેન્દ્ર દીક્ષિત જવાબદારી સંભાળી રહ્યાં છે. હાલમાં કોવિડના કેસોમાં (Covid Cases) નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં જિલ્લાના અધિક નિયામકો દરેક હોસ્પિટલોનું (Vadodara Hospitals) નિરીક્ષણ કરી રહ્યા છે.
કોવીડ સારવારની સજ્જતા અને રસીકરણ (Vaccination) સહિતની બાબતોના નિરીક્ષણ અને સમીક્ષા માટે ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લામાં કોવીડ કેસોનું પ્રમાણ, ટેસ્ટિંગ સહિત પ્રવર્તમાન સ્થિતિ, સારવાર માટેની સજ્જતા અને ઉપલબ્ધ સાધન સુવિધાઓનું વિવિધ સ્થળોની મુલાકાત લઈને વિગતવાર જાણકારી મેળવીને સમીક્ષા કરી હતી.
તેના પછી ડો. દીક્ષિતે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પાદરા તાલુકાની મુલાકાત લઈને સી. એચ. સી. અને પી. એચ. સી. કક્ષાએ કોવીડ સારવાર વ્યવસ્થાઓની તેમણે ઝીણવટભરી ચકાસણી કરી હતી. તે દરમિયાન તેમણે ઝૂમના માધ્યમથી જિલ્લાના તબીબી અધિકારીઓ સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યું હતું. જેથી કરીને આવનારા સમયમાં તબીબી અધિકારીઓ યોગ્ય રીતે લોકોની સારવાર કરી શકે અને સેવાઓ પૂરી પાડી શકે.
તેમણે પાદરા સી. એચ. સી. ખાતે કોરોના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા, ઓક્સિજન પ્લાન્ટ અને હોસ્પિટલના પરિસરમાં ચાલી રહેલા રસીકરણનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં, તેમણે મુજપુર પી. એચ. સી. ખાતે ગ્રામ સ્તરે કોરોના વિષયક વ્યવસ્થાઓ અને રસીકરણની જાણકારી મેળવવાની સાથે ધન્વંતરિ રથની મુલાકાત લઈને તેના દ્વારા અપાતી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જિલ્લામાં સારવાર વ્યવસ્થાની વિગતવાર જાણકારી આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત તેમની સાથે રહ્યાં હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર