વડોદરા: વૃદ્ધાને કારમાં બેસાડી લૂંટ્યા દાગીના, ઘરે જવા આપ્યાં રૂપિયા

News18 Gujarati
Updated: March 31, 2019, 3:27 PM IST
વડોદરા: વૃદ્ધાને કારમાં બેસાડી લૂંટ્યા દાગીના, ઘરે જવા આપ્યાં રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

ઘર પાસે આવેલા રણછોડહરાયનાં મંદિરે રોજ સવારે દર્શન કરવા નીકળ્યાં હતાં.

  • Share this:
વડોદરા: શહેરનાં વાઘોડિયા રોડના પૂનમ કોમ્પ્લેક્સ પાસે મંદિરે દર્શન કરવા જતા 80 વર્ષનાં વૃદ્ધાને સરનામું બતાવવાને બહાને કારમાં બેસાડી દીધા હતાં. તેમનું અપહરણ કરનાર યુગલે વૃદ્ધાના બગસરાના દાગીનાની લૂંટ ચલાવી તેમને છોડી દીધાં હતાં. જોકે વૃદ્ધાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરી દીધી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે વાઘોડિયા રોડના પૂનમ કોમ્પ્લેક્સ નજીક રહેતાં શાંતાબેન તેમનાં ઘર પાસે આવેલા રણછોડહરાયનાં મંદિરે રોજ સવારે દર્શન કરવા નીકળ્યાં હતાં. ત્યારે મંદિર નજીક જ સવારે સાડા આઠ કલાકે એક કાર આવીને ઊભી રહી હતી. તેમાંથી એક સાડી પહેરેલી યુવતી અને યુવાન ઊતર્યાં હતાં. તેમણે વૃદ્ધાને સરનામું પૂછયું હતું. તેઓ સરનામું બતાવતાં હતાં ત્યારે તે લોકોએ વૃદ્ધાને કહ્યું કે, 'બા કારમાં બેસી જાઓ, પછી તમને અહીં છોડી જઇશું.' કહીને તેમની સાથે બેસાડી દીધા. જે પછી કાર એકદમ ઝડપી ચલાવવા લાગ્યા હતાં. દરમિયાન પુરુષે વૃદ્ધાને કહ્યું કે તમે જે પણ દાગીના પહેર્યા છે તે બધા ઉતારીને અમને આપી દો.

વૃદ્ધાએ દાગીના બગસરાના છે તેવું જણાવ્યું પરંતુ યુગલે કહ્યું કે તેમના દાગીના ઉતારીને આપી દે. જ પછી ચેઇન ઉતારીને આપી દીધા હતા. ત્યારબાદ કાર મહાકાળીના મંદિર પાસે ઊભી રાખી વૃદ્ધાને ઉતારી મૂક્યાં હતાં. વૃદ્ધાએ એક રાહદારીની મદદ લઇ પુત્રને જાણ કરીને પુત્ર તેમને લઇ ગયો હતો. આ લૂંટારું યુગલે વૃદ્ધાને ઉતાર્યા ત્યારે તેમને ઘરે જવા માટે 100 રૂપિયા આપ્યાં હતાં.
Published by: Kaushal Pancholi
First published: March 31, 2019, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading