વડોદરાઃ ત્રણ શખ્સોએ દંપતીને લૂંટીને મહિલા પર આચર્યું સામુહિક દુષ્કર્મ

News18 Gujarati
Updated: August 7, 2018, 12:22 PM IST
વડોદરાઃ ત્રણ શખ્સોએ દંપતીને લૂંટીને મહિલા પર આચર્યું સામુહિક દુષ્કર્મ
વડોદરામાં લૂંટ વિથ દુષ્કર્મનો કેસ સામે આવ્યો.

માંજલપુર વિસ્તારમાં રાત્રે પતિ-પત્ની પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેમના ઘેરી લીધા હતા.

  • Share this:
ફરિદખાન પઠાણ, વડોદરા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફરી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાત્રે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા દંપતીને લૂંટી લેવામાં આવ્યું હતું. બાદમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

લૂંટ વિથ દુષ્કર્મ

મળી રહેલી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં રાત્રે પતિ-પત્ની પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેમના ઘેરી લીધા હતા. આ દરમિયાન ત્રણેય યુવકોએ બંને પાસે રહેલી રોકડ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ દરમિયાન દંપતિએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં મહિલાનો પતિ આગળ નીકળી ગયો હતો અને તેની પત્ની આરોપીઓના હાથમાં આવી ગઈ હતી. લૂંટ ચલાવનાર ત્રણેય યુવકોએ બાદમાં તેની પત્નીને બાજુના ખેતરમાં ઢસડી જઈને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ફરિયાદ થયા બાદ પોલીસે જયદીપ અજબસિંહ પટેલ અને સત્યમ અશોકભાઇ પાંડેની ધરપકડ કરી હતી. જ્યારે મદદગાર અજય પટેલ ફરાર થઇ ગયો છે.

મહિલાના પતિએ શું કહ્યું?

બનાવ અંગે વાત કરતા મહિલાના પતિએ જણાવ્યું હતું કે, "સોમવારે રાત્રે હું આશરે 11:30 વાગ્યાની આસપાસ મારી પત્નીની બહેનપણીના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે ત્રણ લોકોએ અમને રોક્યા હતા. તેમણે અમને રૂ. 30 હજારની દારૂની બોટલો આપી દેવાનું કહ્યું હતું. ત્રણેય યુવકોને મને માર માર્યો હતો તેમજ મારી પત્નીના સોનાના ઘરેણા, રોકડ અને મારું આઈડીકાર્ડ લઈ લીધું હતું. તેમનાથી બચવા માટે અમે બંને ભાગ્યા હતા. હું દોડીને મારી સોસાયટીમાં પહોંચી ગયો હતો અને બૂમાબૂમ કરી મૂકતા લોકો ભેગા થઈ ગયા હતા."
Manjalpur Vadodara
માંજલપુર વિસ્તારમાં લૂંટ વિથ દુષ્કર્મનો બનાવ નોંધાયો છે.


વાંચોઃ લંપટ શિક્ષકે કહ્યું- મને વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો હતો

ગત અઠવાડિયે શિક્ષક સામે થઈ ચુકી છે દુષ્કર્મની ફરિયાદ

નોંધનીય છે કે શહેરના માંજલપુર વિસ્તારમાં જ ગત અઠવાડિયે એક સગીર વિદ્યાર્થિનીએ પોતાના શિક્ષક સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હવે ફરીથી શહેરના માંજલપુરમાં જ લૂંટ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ત્યારે લોકો પોલીસ નિષ્ક્રિય હોવા તરફ આંગળી ચીંધી રહ્યા છે. હાલ આ કેસમાં આરોપી શિક્ષક પોલીસ રિમાન્ડ પર છે. સોમવારે પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.
First published: August 7, 2018, 9:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading