Home /News /madhya-gujarat /Business Couple: મોડેલિંગ છોડીને શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, દંપતીનું સપનું થયુ સાકાર

Business Couple: મોડેલિંગ છોડીને શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, દંપતીનું સપનું થયુ સાકાર

X
મોડેલિંગ

મોડેલિંગ છોડીને ફૂડનો વ્યવસાય શરૂ કર્યો

જો પતિ પત્નીને એકબીજા પત્યેનો સાથ સહકાર પ્રાપ્ત થાય તો કોઈ પણ જંગ જીતી શકે છે, આ તો એક વ્યવસાય જ છે !!! એવી જ રીતે વડોદરાના આ દંપતીએ નોકરી અને મોડેલિંગ છોડીને પોતાનો ધંધો શરૂ કર્યો હતો. જણાવી દઈએ કે, હાલ તેઓ મોટી કમાણી રહ્યા છે.

Nidhi Dave, Vadodara: એવી કહેવત છે કે, ગુજરાતીઓના લોહીમાં જ બિઝનેસ હોય છે. જણાવી દઈએ કે, વડોદરાના આ દંપતીએ નોકરી છોડીને ગીતો અને પિક્ચરોમાં મોડેલિંગ શરૂ કર્યું હતું. જોકે તેમનું સપનું હતું કે, આખરે તો તેમને પોતાનો બિઝનેસ જ કરવો છે. જેને લઈને વડોદરા શહેરના પૂજા અને વિશાલ મોરેએ 8 મહિના પહેલા પોતાનો ફૂડનો વ્યવસાય શરૂ કર્યો હતો.

પૂજા અને વિશાલે સૌ પ્રથમ વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરની પાળે એક ટેબલ મૂકીને પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારે 150 રૂપિયાથી શરૂઆત કરી અને આજે દિવસના 4 થી 5 હજાર કમાય છે. આ દંપતીએ સાબિત કરી દીધું કે, જો પતિ પત્નીને એકબીજા પત્યેનો સાથ સહકાર પ્રાપ્ત થાય તો કોઈ પણ જંગ જીતી શકે છે, આ તો એક વ્યવસાય જ છે !!!

couple left modeling and started a food business start Upબ્લોસમ ફ્લાવર ઓનિયન[/caption]

દૂર દૂરથી લોકો અહીં બોમ્બે સ્પેશિયલ ક્રિસ્પી ચાઈનીઝ ભેળ અને બ્લોસમ ફ્લાવર ઓનીયન ખાવા આવતા હોય છે. અહીં 30 રૂપિયાથી શરૂ કરી 100 રૂપિયા સુધીની ફૂડ આઈટમ મળે છે. જેમા, 5 પ્રકારની બોમ્બે સ્પેશિયલ ક્રિસ્પી ચાઈનીઝ ભેળ, 5 પ્રકારનું બ્લોસમ ફ્લાવર ઓનિયન, ફ્રેન્ચ ફ્રાઈસ, 7 થી 8 પ્રકારના ટ્વીસ્ટર, બોમ્બે સ્પેશિયલ ફૂડ યાર્ડ, જેવી ફૂડ આઈટમ આ દંપતી બનાવી રહ્યું છે.

couple left modeling and started a food business start Up
મોડેલિંગ છોડીને ફૂડનો વ્યવસાય શરૂ કર્યો


પૂજા અને વિશાલ મોરેએ જણાવ્યું કે, અમે ફુડની અલગ અલગ વેરાઇટી બનાવતા ઓનલાઇન શીખ્યા હતા. અમારી સૌથી પહેલી બોમ્બે સ્પેશિયલ ક્રિસ્પી ચાઈનીઝ ભેળની આઈટમ હતી. ત્યારબાદ અમે ધીરે ધીરે ફૂડની આઈટમ વધારતા ગયા અને બ્લોસમ ફ્લાવર ઓનિયન માટે ખાસ વિદેશથી મશીન મંગાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, બ્લોસમ ફ્લાવર ઓનિયનએ વડોદરામાં બીજી કોઈ પણ જગ્યાએ ખાવા નહીં મળે, એ અમારી સ્પેશિયાલિટી છે.



આ તેમનું બોમ્બે સ્પેશિયલ ફૂડ યાર્ડ વડોદરામાં શિવજી કી સવારીના સ્થળ પર, બેંક ઓફ બરોડા પાસે, કોઠી ચાર રસ્તાથી કાલાઘોડા જવાનો રસ્તો ખાતે આવેલું છે. જે સાંજના 6થી રાતના 12 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. તેમની તમામ વસ્તુની મોજ માણવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.
First published:

Tags: Famous Food, Local 18, Vadodara City News