Home /News /madhya-gujarat /

વડોદરા શહેરને રખડતા ઢોરોથી મુક્ત બનાવવા પાલિકાનું મેગા અભિયાન

વડોદરા શહેરને રખડતા ઢોરોથી મુક્ત બનાવવા પાલિકાનું મેગા અભિયાન

ખટંબા

ખટંબા ખાતેની જમીન ફરતે ફેન્સીંગ અને લેવલીંગની કામગીરીનું નિરીક્ષણ....

વડોદરા શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવા  ખટંબા ખાતે આવેલી જમીનનું ફેન્સીંગ અને લેવલીંગની ચાલી રહેલી કામગીરીનું મેયર તથા સાંસદે નિરીક્ષણ કર્યું હતું.

     વડોદરા:  શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવા ખટંબા ખાતે આવેલી જમીનનું ફેન્સીંગ અને લેવલીંગની ચાલી રહેલી કામગીરીનું મેયર તથા સાંસદે નિરીક્ષણ કર્યું હતું.

    વડોદરા શહેરના ચાર ઝોનમાં 7-8 વર્ષ પહેલાં ખટંબા, જામ્બુવા, કરોડિયા અને છાણી એમ 4 ભાગમાં કલેક્ટર દ્વારા જમીન ફાળવાઈ હતી, જેમાં આ પશુઓનું શિફ્ટિંગ કરી શકાય અથવા તો તેઓને કેવી રીતે આ જમીન ફાળવી શકાય. ત્યારે આજરોજ મેયર કેયુર રોકડીયા, સાંસદ રંજનબેનભટ્ટ તથા કોર્પોરેશનના અધિકારીઓ આજે ખટંબા પશુપાલકો માટે ફાળવેલી જમીનનું ફેન્સીંગ અને લેવલીંગની કામગીરી ચકાસવા પહોંચ્યા હતા.

    એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં 2000 જેટલા પશુ રાખી શકાશે. પોતાના પશુ અહીં શિફ્ટ કરતાં પશુપાલકોને પૂરતી સુવિધા પાલિકા પૂરી પાડશે. કેટલાક પશુપાલકોએ જગ્યા મળે તો પશુ શિફ્ટ કરવાની તૈયારી દર્શાવી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર