Vadodara: શહેરમાં કોરોનાની (Corona Virus) ત્રીજી લહેર (Third Wave) બેકાબૂ બની રહી છે. વડોદરામાં (Vadodara) સતત નવા કેસો નોંધાઈ રહ્યા છે. જેને લઇને ચોતરફ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્યારે વધતા જતા કોરોનાના કેસ વચ્ચે સરકારની નવી ગાઇડલાઇન (Government Guidelines) સાથે નવા નિયમો પણ લાદી રહી છે. વડોદરા શહેરમાં તારીખ 22 જાન્યુઆરી, 2022ના સવારના 6:00 કલાક થી તારીખ 29 જાન્યુઆરી 2022ના સવારના 6:00 કલાક સુધી દરરોજ (રાત્રીના 10 કલાકથી સવારના 6 કલાક સુધી) રાત્રી કર્ફ્યુ રહેશે તથા નીચે મુજબના નિયંત્રણો અમલમાં રહેશે.
1. વડોદરા શહેરમાં દરરોજ રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. જેમાં દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન, જેવી વ્યાપારિક ગતિવિધિ રાત્રીના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે.
2. લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતા પ્રમાણે 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે લગ્ન પ્રસંગ માટે Digital Gujarat Portal પર નોંધણી કરાવવાની રહેશે. જ્યારે અંતિમક્રિયા કે દફનવિધિમાં મહત્તમ વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે.
3. પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી. બસ સેવાઓ 75% ક્ષમતા સાથે તથા એ.સી. બસ સેવાઓ મહત્તમ 75% પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુ માંથી મુક્તિ આપવામાં આવી છે.
4. સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક તથા સ્વિમિંગ પૂલ, વાંચનાલયો, ઓડીટોરીયમ હોલ, મનોરંજન સ્થળો વગેરે જેવા જાહેર સ્થળો એ 50% ની ક્ષમતા સાથે ખુલ્લા રહી શકશે. તથા જાહેર બાગ બગીચાઓ રાત્રીના 10 કલાક સુધી ખુલ્લા રહી શકશે.
5. ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્સ સુધીના કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક, ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતા પ્રમાણે મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે.
6. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધીન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક, ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે યોજી શકાશે.
5. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
6. પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી, સી.એન.જી, અને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લેન્ડિગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ, તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.
7. પોસ્ટ અને કુરિયર સર્વિસ
8. ખાનગી સિક્યુરિટી સેવા
9. પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
10. કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસાય
11. આંતરરાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરોમાં વ્યાપાર, સેવના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ
12. તમામ પ્રકારના ઉત્પાદન / ઔદ્યોગિક એકમો અને રો મટીરીયલ પૂરો પાડતાં એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન covid-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
13. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન covid-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.