વડોદરામાં વધુ એક દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ, થોડા દિવસ પહેલા જ યુકેથી આવ્યા હતા

News18 Gujarati
Updated: March 26, 2020, 10:01 AM IST
વડોદરામાં વધુ એક દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ, થોડા દિવસ પહેલા જ યુકેથી આવ્યા હતા
તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતા હે દિવસથી ગોત્રી મેડિકલ હૉસ્પિટલમાં તેઓ દાખલ હતાં. તેમના રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે.

તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતા હે દિવસથી ગોત્રી મેડિકલ હૉસ્પિટલમાં તેઓ દાખલ હતાં. તેમના રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે.

  • Share this:
વડોદરા : શહેરમાં (Vadodara) વધુ એક કોરોના વાયરસનો (Coronavirus) પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે શહેરનાં દર્દીઓની સંખ્યા કુલ આઠ થઇ ગઇ છે. 55 વર્ષનો વ્યક્તિ યુકેથી (UK) આવ્યાં હતા. તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતા હે દિવસથી ગોત્રી મેડિકલ હૉસ્પિટલમાં તેઓ દાખલ હતાં. તેમના રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, મૂળ નડિયાદ અને હાલ અંકોડિયામાં રહેતાં 55 વર્ષીય નિખિલ ચુનીલાલ પટેલ યુકેથી પરત ફર્યા હતા. તેમણે કોરોનાના લક્ષણો દેખાતા ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ ગઇકાલે મોડી સાંજે પોઝિટિવ આવ્યો હતો. તેમનું ડાયાલિસીસ પણ શરૂ કરાયું હતું. આ ઉપરાંત 3 શંકાસ્પદ દર્દીઓને એસએસજીના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ સાથે એસએસજીમાં દાખલ પેન્ડિંગ રિપોર્ટનો આંક 4 છે. જ્યારે નિઝામપુરાના બિલ્ડર સહિત તેમના કુટુંબના પાંચ કોરોના પોઝિટિવ સભ્યો સહિત 7 દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : ઘરે બેઠા જ આ રીતે મંગાવી શકો છો શાકભાજી અને દૂધ

મહત્વનું છે કે, અમદાવાદમાં ગઇકાલે બુધવારે કોરોના વાયરસને કારણે એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. 85 વર્ષના વૃદ્ધાનું અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મૃતક અમદાવાદના જ મહિલા છે અને સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી 14 માર્ચે ભારત પરત ફર્યા હતા. 8 દિવસ ઘરે રહ્યા બાદ 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. મૃતક અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં. સુરત બાદ ગુજરાતમાં કોરોનાને કારણે આ બીજું મોત થયું છે.

આ વીડિયો પણ જુઓ  : 
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर