Home /News /madhya-gujarat /

કોરોનાની કઠણાઇ: વડોદરાના પરિવાર માટે લંકાનો પ્રવાસ બન્યો મોતનું કારણ, જાણી તમે પણ રડી પડશો

કોરોનાની કઠણાઇ: વડોદરાના પરિવાર માટે લંકાનો પ્રવાસ બન્યો મોતનું કારણ, જાણી તમે પણ રડી પડશો

વડોદરામાં બિલ્ડરનું મોત થતા કોરોના વાયરસથી મોતનો પ્રથમ કેસ નોંધાયો હતો.

52 વર્ષના બિલ્ડર શૈલેન્દ્ર દેસાઈનું કોરોનનાથી મોત થયું, આખો પરિવાર કોરોનાગ્રસ્ત હોવાથી આઈસોલેશનમાં, પરિવારજનો બે સેકન્ડ માટે ખાસ મટિરિયલમાં વીંટળાયેલો મૃતદેહ જોવા મળ્યો

વડોદરા : 'શૈલેન્દ્રભાઈ તેમના પત્ની નીલિમા બહેન અન્ય લોકો સાથે 7મી માર્ચે શ્રીલંકા ગયા હતા. તેમને અગાઉથી જ માઇલ્ડ અસ્થમા હતો. પરત આવ્યા ત્યારથી શર્દી ખાંસી હતી. તબીબે કહ્યું કે નોર્મલ એલર્જી છે. શૈલેન્દ્રભાઈ જાણતા નહોતા કે તેમને કોરોના છે. જો પહેલા દિવસે જ એસએસજીમાં રીપોર્ટ કરાવ્યો હોતો તો આજે જીવતા હોત' આ શબ્દોછે વડોદરાના મૃતક બિલ્ડર શૈલૈન્દ્ર દેસાઈના પરિવારજનોનાં જેમનું ગઈકાલે કોરાના વાયરસના કારણે મોત થઈ ગયું. વડોદરાના દેસાઈ પરિવાર માટે કોરોના કાળ બનીને ત્રાટક્યો. બિલ્ડર દેસાઈ સાથે શ્રીલંકા ગયેલા તેમના પત્ની કોરોના સંક્રમતિ થયા હતા અને તેમનો ચેપ તેમના પુત્રી, પુત્ર અને પુત્રવધૂને પણ લાગ્યો અને તેઓ પણ હાલ આઈસલોશનમાં છે. આઈસોલેશનમાં રહેલા પરિવારને માત્ર બે સેકન્ડ લાશ જોવા મળી. પિતાનો પાર્થિવ દેહ ખાસ મટિરિયલમાં વીંટળાયેલો હતો પુત્રને અંતિમ સમયે તેમનો ચહેરો પણ જોવા ન મળ્યો. કાળ કોરોનાએ વડોદરાના દેસાઈ પરિવારને હતોનતો કરી નાંખ્યો.

વડોદરામાં કોરોના પીડિત દેસાઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પરિવાર ના મોભી શૈલેન્દ્રભાઈ દેસાઈનું મોત નિપજતા પરિવાર આઘાત માં છે પરંતુ આજ પરિવાર ના બીજા ચાર સભ્યો પણ કોરોના પોઝિટિવ હોવાથી હાલ સયાજી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે ત્યારે કોરોના પીડિત શૈલેન્દ્રભાઈ ના અંતિમ સંસ્કાર માં માત્ર બે સ્વજનો ને દૂર થી મૃતદેહના દર્શન કર્યા હતા , દેસાઈ પરિવાર ના નિર્મલાબેન દેસાઈ કે જે મૃતકના પત્ની છે તે પણ હાલ કોરોના પોઝિટિવ છે તેમની સાથે પુત્ર સમીપ અને પુત્રી સારંગી અને પુત્રવધુ ભૂમિ પણ કોરોના પોઝિટિવ હેઠળ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :  Good News: ચીને શોધ્યો Covid-19નો સૌથી ઝડપી ઈલાજ, WHOએ પણ ઉપચારને યોગ્ય ગણાવ્યો

દેસાઈ પરિવારના પરિજનો એ જણાવ્યું કે શૈલેન્દ્રભાઈ ૭ મી માર્ચે શ્રીલંકા ના પ્રવાસે ગયા તે પહેલાજ શરદી અને ખાંસી થી તકલીફ હતી અને તેમણે સ્થાનિક તબીબ પાસે ચકાસણી કરાવી હતી પરંતુ સ્થાનિક તબીબે એલેર્જી હોવાનું જણાવ્યું હતું જો શૈલેન્દ્રભાઈ ને તે સમયે સયાજી માં કોરોના રિપોર્ટ માટે તાકીદ કરી હોત તો પરિવાર આ મુસીબત માં ન મુકાત , ૧૪ મી માર્ચે શૈલેન્દ્રભાઈ શ્રીલંકા થી પરત આવ્યા હતા અને ત્યારબાદ બે દિવસમાં તકલીફ વધી જતા સયાજી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને એક પછી એક પરિવાર ના બીજા ચાર સભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.



શ્રીલંકાનો પ્રવાસ બની ગયો કાળનો કોળિયો

શૈલેન્દ્રભાઈ દેસાઈ નું મોત થતા  કોરોના પોઝિટિવ દર્દી નું વડોદરામાં પ્રથમ મોત નોંધાયુ હતું 52 વર્ષના કોરોનાગ્રસ્ત પુરુષનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળના 52 વર્ષની ઉંમરના શહેરના કોરોના પીડિત(પોઝિટિવ) દર્દીનું મરણ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને તા.16મી માર્ચ થી શંકાસ્પદ કોરોના ના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ તા.19મી માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા એમને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે સારવાર આપવામાં આવી રહી હતી.

આ પણ વાંચો :   Covid-19 : વડોદરામાં પંચમહાલના કોરોના પોઝિટિવ દર્દીનું મોત, રાજ્યમાં વાયરસે 8નાં જીવ લીધા

આખું ઘર કોરોનાગ્રસ્ત થયું, અંતિમ ક્ષણ પણ નસીબ ન થઈ

પોતાના પરિજનો અને મિત્રો સાથે શ્રીલંકા ના પ્રવાસે ગયા હતા , શ્રીલંકા ના આ પ્રવાસી ઓ ના સંપર્ક માં આવ્યા બાદ સ્થાનિક ત્રણ પરિજનો ને પણ કોરોના ના લક્ષણો જણાતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા , હાલ તમામ સયાજી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે હાલ વડોદરા માં સયાજી અને ગોત્રી હોસ્પિટલ માં સાત કોરોના દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે અત્યાર સુધી નવ કોરોના પોઝિટિવ દર્દીઓ વડોદરામાં નોંધાયા છે જેમાંથી સ્પેન ની ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા ૪૯ વર્ષ ના પુરુષ દર્દી કોરોના પોઝિટિવ દર્દી સાજા થઇ જતા સયાજી હોસ્પિટલ ના આઇસોલેશન વૉર્ડ માંથી રજા આપવામાં આવી છે જયારે જયારે આજે ૫૫ વર્ષ ના કોરોના પોઝિટિવ દર્દી નું મોત નિપજતા હવે વડોદરામાં સાત કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus, Man, Shrilanka, મોત, વડોદરા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन