વડોદરાઃ આખા રાજ્યમાં કોરોના વાયરસનો કહેર (Gujarat coronavirus) યથાવત છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો (Gujarat coronavirus cases) સતત વધી રહ્યો છે. ત્યારે આજે સોમવારે કોરોનાની ત્રીજી લહેર (corona third wave) દરમિયાન વડોદરામાં કોરોના પોઝિટિવ (vadodara coronavirus) 3 વર્ષની સૌરાષ્ટ્રના શ્રમજીવી પરિવારની બાળકીનું મોત થતા શહેરન આરોગ્ય વિભાગમાં (health department) હડકંપ મચી જવા પામ્યો છે.
આ પરિવાર વડોદરામાં મજૂરીકામ માટે આવ્યો હતો અને શહેરના સુભાનપુરા હરિઓમનગરમાં રહે છે. જોકે આ શ્રમજીવી પરિવારે ગોત્રી હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે બાળકીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. બાળકીના મોત બાદ મૃતદેહને વતન લઇ જવાની પરિવારે જીદ પકડી હતી પરંતુ સમજાવટ બાદ તંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇન અનુસાર બાળકીના મૃતદેહનું ગોત્રી સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવી હતી.
આજે સવારે પરિવારને બાળકીની મોતની ખબર મળતા જ પરિવારન માથે આભ તૂટી પડયુ હતુ તેઓએ હોસ્પિટલમાં જ આક્રંદ શરૂ કર્યું હતું. સાથે જ શ્રમજીવી પરિવારે મૃતક બાળકીના મૃતદેહને પોતાના વતનમાં લઇ જવાની હઠ કરી હતી અને દીકરીના મોત માટે હોસ્પિટલને જવાબદાર ઠેરવી નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ સરકારી અધિકારીઓની સમજાવટ બાદ આ પરિવારે બાળકીના મૃતદેહની ગોત્રી સ્મશાનમાં દફનવિધિ કરી હતી.
જણાવી દઇએ કે, મૃતક બાળકીના પરિવારજનો અનુસાર, તેમની દીકરી રાત્રે 10 વાગ્યા સુધી મોબાઇલ ફોનમાં રમતી હતી. દરમિયાન એકાએક તેને તાવ આવતાં તે બેભાન થઇ ગઇ હતી. જેથી તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સવારે ડોક્ટરોએ દીકરીને કોરોના થતાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
જોકે હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે,‘બાળકીને રાત્રે બેભાન સ્થિતિમાં હોસ્પિટલ લવાઇ હતી. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને હોસ્પિટલમાં બાળકોના કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બાળકી માલન્યુટ્રિશન (કુપોષણ) જેવી બીમારીથી પીડિત હતી, જેમાં કોરોના પોઝિટિવ આવતાં તેનું મોત નીપજ્યું છે’.
બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં સંક્રમિત દર્દીઓની (corona third wave) સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જેને લઇ રાજ્યનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં પણ આ મહામારીના કુલ કેસની કુલ સંખ્યા 99,745 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં રવિવારે વધુ 2 દર્દીના મોત સાથે અત્યાર સુધીમાં કુલ 628 દર્દીના મોત થયા છે. વડોદરામાં કોરોનાના ઝડપથી વધતા કેસની સાથે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે.