Home /News /madhya-gujarat /

Vadodara: જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ, રવિવારે કોરોના રસીકરણ મહા અભિયાન

Vadodara: જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ, રવિવારે કોરોના રસીકરણ મહા અભિયાન

રવિવારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 1.31 લાખથી વધુ લોકોને રસી મૂકવાનું મહાઅભિયાન..

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી રવિવાર તા. 22-05-22 ના રોજ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં, જે લોકો પાત્રતા ધરાવે છે અને છતાં ડોઝ નથી લીધો તેમને આવરી લેવા અભિયાન.

    વડોદરા: જિલ્લા આરોગ્ય તંત્ર (District Health System) દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી રવિવાર તા. 22-05-22 ના રોજ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં, જે લોકો પાત્રતા ધરાવે છે અને છતાં ડોઝ નથી લીધો તેમને આવરી લેવા કોરોના રસીકરણ (Corona Vaccine) મહા અભિયાન (Mega Vaccination Campaign) યોજવામાં આવ્યું છે.

    જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી મૂકવા માટે 242 રસીકરણ કેન્દ્રો રાખવામાં આવશે.

    મુખ્યમંત્રીની સૂચનાથી યોજવામાં આ અભિયાનની જાણકારી આપતાં નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રવિવારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી મૂકવા માટે 242 રસીકરણ કેન્દ્રો રાખવામાં આવશે. આ અભિયાન હેઠળ પ્રિકોશન ડોઝની પાત્રતા ધરાવતા અને તેનાથી વંચિત જિલ્લાના હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને 60 થી વધુ ઉંમરની શ્રેણીના 65,221 લાભાર્થીઓને પ્રિકોષન ડોઝ અને 12 વર્ષથી વધુ વય જૂથના પાત્રતા ધરાવતા 66,014 ને બીજો ડોઝ, એમ કુલ 1,31,235 લાભાર્થીઓ ને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ઓનલાઇન કોવિન પોર્ટલ પર નોંધણી કરાવીને સ્લોટ બુક કરાવી શકશે

    જિલ્લાના ગ્રામ વિસ્તારના તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મૂકી આપવામાં આવશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ઓનલાઇન કોવિન પોર્ટલ પર નોંધણી કરાવીને સ્લોટ બુક કરાવી શકશે અને રસી કેન્દ્ર ખાતે ઓન સ્પોટ નોંધણી પણ કરવામાં આવશે. હવે સમય આવી ગયો છે કે, તમામ એ રસી લીધેલ હોવી જોઈએ.

    આ પણ વાંચો: આ રાજ્યોમાં ગરમીમાંથી મળશે રાહત! દિલ્હીમાં ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના

    આરોગ્યના હિતમાં રસી મુકાવી લે તેવો અનુરોધ

    આ અભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગને ગૃહ વિભાગ, પંચાયત, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓ ને ઓળખીને રસી અપાવવામાં સહયોગ આપશે. કોરોના હજુ સાવ ગયો નથી એટલે રસીને પાત્ર હોવા છતાં ડોઝ લીધો ન હોય તેઓ આરોગ્યના હિતમાં રસી મુકાવી લે તેવો અનુરોધ ઝાલાએ કર્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર