શહેરમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. રવિવારે 1242 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઈ હતી.
વડોદરા: શહેરમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. રવિવારે 1242 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઈ હતી. બીજી તરફ શહેરના ચારેય ઝોનમાં 250થી વધુ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ રહી છે. જ્યારે આ બાબતે ગામડાઓમાં કોરોનાથી લોકોમાં જાગૃતતા આવી હોવાનું જાણવા મળ્યું છે.
વિતેલા 24 કલાકમાં 9,875 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 1242 પોઝિટિવ આવ્યા છે. જ્યારે 8633 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જ્યારે બીજી તરફ શહેરની સરકારી, ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાંથી 302 દર્દીઓ સાજા થઇ જતા તેઓને રજા આપી દેવામાં આવી હતી. જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ અનુસાર હોમ ક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.
વિતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 285 દર્દીઓ, દક્ષિણ ઝોનમાં 286 દર્દીઓ, પૂર્વ ઝોનમાં 288 દર્દીઓ, જ્યારે પશ્ચિમ ઝોનમાં 292 દર્દીઓ સહિત વડોદરા રૂરલ માંથી 91 દર્દીઓ મળી કુલ 1241 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત જણાઈ આવી હતી. કોરોનાનાં દર્દીઓ શહેરમાંથી જેતલપુર, બાજવા, વારસિયા, દિવાળીપુરા, ગોત્રી, છાણી, યમુના મિલ તાંદલજા, સમા, અકોટા, હરણી, ફતેપુરા, માંજલપુર, બાપોદ, વાઘોડિયાનો સમાવેશ થાય છે.
રવિવારે એસ.એસ.જી.માં મ્યુકરની સારવાર હેઠળના 1 દર્દીનું મોત નીપજ્યું હતું. સયાજીમાં અત્યાર સુધી 87 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે સમગ્ર શહેરમાં મ્યુકરમાઇકોસિસને કારણે 110 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા શહેરની કોરોના એ બાનમાં લીધું છે. રોજેરોજ ચાર સંખ્યામાં નવા કેસોનો ઉમેરો થવા લાગ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6402 અને હોમ આઇસોલેશન હેઠળ 6206 વ્યક્તિઓ છે. જ્યારે 196 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.