Home /News /madhya-gujarat /

Corona Blast in MSU: વડોદરાની એમ,એસ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, 36 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ

Corona Blast in MSU: વડોદરાની એમ,એસ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, 36 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ

એમ.એસ.યુનિવર્સિટીમાં

એમ.એસ.યુનિવર્સિટીમાં રેપીડ ટેસ્ટ દ્વારા કોરોના ટેસ્ટીંગ હાથ ધરાયું હતું.

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. ગર્લ્સ હોસ્ટેલની તમામ 175 વિદ્યાર્થિનીઓનું આજે કોરોના ટેસ્ટિંગ કરાયું

    વડોદરા: રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેર હાલ પીક પર છે. કોરોનાના કહેરથી હવે શાળાઓ અને યુનિવર્સિટીઓ પણ બાકાત રહી નથી. કોરોનાએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પણ પગપેસારો કરી દીધો છે. જેને પગલે એસ.એસ.યુ. ની ગર્લ્સ હોસ્ટેલમાં આજે કોરોના ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. છેલ્લા 17 દિવસમાં યુનિવર્સિટીમાં 38 જેટલાં કોરોના કેસ સામે આવ્યા છે.

    વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. ગર્લ્સ હોસ્ટેલની તમામ 175 વિદ્યાર્થિનીઓનું આજે કોરોના ટેસ્ટિંગ કરાયું હતું. જેમાંથી 36 વિદ્યાર્થિનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોના ટેસ્ટિંગ દરમિયાન એક વિદ્યાર્થિની બેભાન થઇને ઢળી પડી હતી. કોરોના પોઝિટિવ આવેલી 36 વિદ્યાર્થિનીઓને યુનિવર્સિટી કેમ્પસમાં બનેલા આઇસોલેશન હોલમાં રાખવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓના પરિવારને ફોન કરીને જાણ કરવામાં આવશે. પોઝિટિવ આવેલી વિદ્યાર્થીનીઓને હાલ મેડિકલ ટીમે દવા આપી છે. યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતા સત્તાધિશો અને પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા છે.

    થોડા દિવસ અગાઉ એમ.એસ.યુ.ના બોયઝ હોસ્ટેલમાં પણ આઠ જેટલાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત મેસમાં કામ કરતાં રસોઈયા અને હોસ્ટેલના વોર્ડન પણ કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે યુનિવર્સિટી દ્વારા આજે ગર્લ્સ હોસ્ટેલમાં સરોજીની દેવી હોલ ખાતે વી.એમ.સી.સી.ના સહયોગથી સાથે રાખીને કોરોના ટેસ્ટીંગ અભિયાન શરૂ કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં હોસ્ટેલની છોકરીઓનું કોરોનાનું ચેકીગ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: સુરત: બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો, જુઓ CCTV

    જેમાં ત્વરીત રીઝલ્ટ મળે તે માટે રેપીડ ટેસ્ટ દ્વારા ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. આ અંગે યુનિવર્સીટીના ચીફ વોર્ડન વિજય પરમારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રિવેન્ટીવ મેઝર્સ તરીકે આજે વડોદરા કોર્પોરેશન અને યુનિવર્સીટીના હેલ્થ વિભાગના સહયોગથી કોરોના ટેસ્ટીંગ કરાવી રહ્યા છે.

    આ પણ વાંચો: સાવધાન! કોરોના વિસ્ફોટ વચ્ચે જાહેરમાં માસ્ક પહેરવું કેમ છે જરૂરી? જાણો નિષ્ણાતોનો મત

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે , દરેક હોસ્ટેલની અંદર અમે આઈસોલેટેડ વિંગ રાખેલી છે. કોઈ પણ કોરોના પોઝિટિવ વિદ્યાર્થી હોય તેને અમે આઈસોલેશનમાં રાખીએ છે. જેથી અન્ય વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય. જો કોઈ પણ વિદ્યાર્થીની કોરોના પોઝીટીવ આવે તો તે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર દ્વારા દવા આપવામાં આવશે. અમે સરકારની ગાઈડલાઈન હેઠળ જ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં રાખીએ છે. સોશિયલ ડિસ્ટન્સીંગના કારણે એક રૂમમાં બે થી વધારે વિદ્યાર્થીનીઓને અમે રાખતા નથી. હાલના સંજોગોમાં જે કંઈ વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તેને અમે મેડિકલ સારવાર આપવનાની જોગવાઈ કરેલી છે
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા પોલીસ

    આગામી સમાચાર